Book Title: Updesh Prasad Part 04
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ વિશ્વભરમાં એક માત્ર અદ્વિતીય અને અલૌકિક જૈન મ્યુઝીયમ શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન -: પ્રેરણા - આશીર્વાદ - માર્ગદર્શન :કલાવિદ્ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિશાલસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ (શ્રી વિરાટ્) ઉદ્દેશ અને હેતુ ૧. સર્વને સુવિદિત છે કે અર્થલોલુપ તત્ત્વો પ્રાચીન જૈન કલાકૃતિઓ, હસ્તપ્રતો, મૂર્તિઓ આદિની ચોરી કરીને કે કરાવીને તેને મામુલી કે મોંઘી કિંમતે વેચી નાંખે છે. ૨. આ પણ સુવિદિત છે કે કલા-મૂલ્યના અજ્ઞાનના લીધે વ્યક્તિગત કે સંઘના જ્ઞાનભંડારોમાં દસ્તાવેજી હસ્તપ્રતો, કલાકૃતિઓ આદિનો ઉધઈ, ભેજ, વાંદા આદિ વિનાશ કરે છે. ૩. એવું પણ બને છે કે સંઘના જ્ઞાનભંડારોમાંથી આવી દુર્લભ વસ્તુઓ ચોપડે નોંધાયેલી હોવા છતાં ય, તે કોની પાસે છે તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. ૪. અને આ પણ જગજાહેર છે કે જગ્યાના અભાવે તેમજ આવી દુર્લભ કૃતિઓના ઐતિહાસિક મહત્ત્વના જ્ઞાનના અભાવે તે દરિયામાં પણ પધરાવી દેવાય છે. આ ચિંતાજનક પરિસ્થિતિને શક્ય તમામ પ્રયાસોથી રોકવા તેમજ સમાજને પ્રાચીન સાહિત્ય કલા અને સંસ્કૃતિના વારસાનું યથાર્થ મહામૂલ્ય સમજાવવા તેમજ સાધનોની મર્યાદામાં રહીને જ્યાંથી પણ તેવો પ્રાચીન વારસો મળે ત્યાંથી તે મેળવીને તેનું યોગ્ય જતન કરવાનો આ સંગ્રહાલયનો મુખ્ય અને વિશાળ શુભ ઉદ્દેશ છે. આ ઉપરાંત વર્તમાન સાહિત્ય, કલા અને સંસ્કૃતિને શિલ્પ, ચિત્ર અને અક્ષરમાં અંકિત કરીને ભાવિ પેઢીને આજનો દસ્તાવેજી વારસો આપવાની અમારી નેમ અને સંનિષ્ઠ પ્રયત્ન છે. -સંગ્રહાલયના લાભ (૧) ગૌરવવંતા જૈન ઈતિહાસ અને જૈન વિભૂતિઓ વિષે દસ્તાવેજી અને પ્રત્યક્ષ જ્ઞાન અને માહિતી મળે છે. (૨) પ્રાચીન શિલ્પ, રંગ, રેખા, શૈલી, લીપી આદિ શીખવા મળે છે. (૩) તત્કાલિન વેષ, વ્યવહાર, વિચાર વગેરેની ઐતિહાસિક જાણકારી મળે છે. નિવેદક : ટ્રસ્ટીઓ 16 શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન (જૈન મ્યુઝીયમ) તળેટી રોડ, પાલિતાણા-૩૯૪૨૭૦, આવી મહત્ત્વાકાંક્ષી યોજના માટે આપનો સહકાર અપેક્ષિત છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 338