________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
નરેન્દ્રકુમાર પી. મહેતા
તિશાસ્ત્રમાં પ્રાચીન ઋષિમુનિઓએ અને આચાર્યોએ તિષશાસ્ત્રીય દિવ્યજ્ઞાનની સાથેસાથ ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓનું સુંદર નિદર્શન કર્યું છે. ઘણીવાર એક શાસ્ત્રના નિરૂપણની સાથે સાથે અન્ય શાસ્ત્રોનું નિરૂપણ આડકતરી રીતે પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા રજૂ કરી દે છે. દેવજ્ઞશિરોમણિ વરાહમિહિરે જોતિષશાસ્ત્રના ત્રણે કંધે ઉપર પિતાના ગ્રંથની રચના કરી છે. પંચસિદ્ધાંતિકા ', “બહજજાતક” અને “બૃહતસંહિતા'માં તેની બહુમુખી પ્રતિભા જોતિષને તેમ જ તત્ત વિદ્વાનને પ્રભાવિત કરી દે છે. તેને “બૂત સંહિતા' ગ્રંથ તે ભારતીય જ્ઞાનવિજ્ઞાનને વિશ્વકોશ કહી શકાય. બૃહત્સંહિતાના “ગ્રહગોચરાધ્યાય'માં આચાર્ય વરાહમિહિરે જ્યોતિષવિષયક ગોયરજ્ઞાનના નિરૂપણની સાથે સાથે મુદ્રાલંકાર દ્વારા વિવિધ દેવૃત્તોને પરિચય કરાવ્યો છે. આ મહોચારધ્યાયમાં લેખકે એક સાથે જ્યોતિષ, છંદ, કાવ્ય અને અલંકારને પરિચય કરાવી દીધું છે. વસહમિહિરની ભાષાશૈલીમાં કાલિદાસની શૈલી પ્રતિબિંબિત થતી જોવા મળે છે. તેની કેટલીક શ્લેકપંક્તિઓ કાલિદાસની આઝમજરી જેવી મધુર સૂક્તિઓને રસાસ્વાદ કરાવે છે અને કાલિદાસની યાદ તાજી કરાવે છે. કદાચ કાલિદાસ અને વરાહમિહિર (ઈ. સ. ૫૦૫) સમકાલીન હોય અને તત્કાલીન (ગુપ્તકાલીન ) વિદ્યાકીય વાતાવરણની તેમના ઉપર અસર હોય તે બનવાજોગ છે.
વરાહમિહિર પછી લગભગ તુરત જ થયેલ કલ્યાણુવર્માએ તેના સારાવલી નામના જાતક ગ્રંથમાં ચંદ્રારિભંગાધ્યાય માં તિષવિષયક ચંદ્રના યોગથી થતા બાલારિષ્ટભંગની સાથે સાથે આયુર્વેદિક વિચારોનું નિરૂપણ કર્યું છે. “ચંદ્રારિષ્ટભંગાધ્યાય' નામના આ અગિયારમા અધ્યાયમાં લેખકે ચંદ્રથી થતા વિવિધ ભાગો અને તેનાથી થતા બાલારિષ્ટભંગોનું વિવરણ કર્યું છે “અરિષ્ટ” એટલે અનિષ્ટ, અમંગળ કે બાળપણમાં બાળકને થતો મૃત્યયોગ. બાળકના જન્મ સમયે આકાશના ગ્રહોને આધારે જાતકની જન્મકુંડળી બને છે અને તેમાં શુભાશુભ મહેને આધારે જાતકનું ભાવિજીવન ઘડાય છે. અશુભ પ્રહગથી બાળકનું બાળપણમાં જ મૃત્યુ થાય છે. આ જાતના રોગ બાલારિષ્ટ વેગ કહેવામાં આવે છે. લેખકે સારાવલીના દશમાં અધ્યાયમાં બાલારિષ્ટગોનું વિશદ વર્ણન કર્યું છે. દશમા “અરિષ્ટાધ્યાય 'માં અરિષ્ટ યોગેનું વિગતે વર્ણન કર્યા પછી અગિયારમા અને બારમા અધ્યાયમાં લેખકે ચંદ્ર, ગુરુ, શુક્ર વગેરે ગ્રહથી થતા, શુભયોગ દ્વારા અરિષ્ટભંગનું વિવરણ કર્યું છે. ચંદ્રારિષ્ટભંગાધ્યાય' નામના અગિયારમા અધ્યાયમાં માત્ર ચંદ્રથી થતા શુભ યોગો દ્વારા અરિષ્ટભંગનું નિરૂપણ કર્યું છે અને તેની સાથે સાથે આયુર્વેદિક વિચારનું પણ નિદર્શન કર્યું છે. અરિષ્ટભંગ અંગેના
૨ ઝા (૫. ) અયુતાનન્ય, “ખૂહસંહિતા” ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી-૧,
प्रायः शरीराकारानुवर्तिनो हि गुणादोषाश्च भवन्ति ।
પાંડેય (.) રામચન્દ્ર. “તિવિધાભરણ, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૮૮, આ૧, ૫, ૬૫૬.
धन्वंतरिः क्षपणकामरसिंह शकुवेतालभट्टघटसर्परकालिदासाः। ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिनव विक्रमस्य । २२.१.
For Private and Personal Use Only