Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 184
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્ય નિધિમાર પડષા વૈઘ શાસનનાં કેટલાંક પુસ્તક : “ગુજરાત સમાચાર'માં પ્રતિ રવિવારે પ્રગટ થતા - આરેાગ્ય અને ઔષધ વિભાગમાં વિદ્ય શોભને લખેલા લેખોના સંકલનરૂપે પ્રગટ થયેલ પુસ્તક “ આરોગ્ય અને ઔષધ અને આઠમો ભાગ લેખકના તેમના વ્યાવસાયિક પરિપાક અને . અનુભવને નીચેડ છે. જદા જુદા વિષયોને આવરી લઈ તેમણે સરળ અને રોચક ભાષામાં આયુર્વેદના સિદ્ધાંતો અને બધાને સમજાવ્યાં છે. સ્વસ્થ માણસના સ્વાધ્યને જાળવી રાખવા માટેના નિયમો તેમણે ૪૦મ પ્રકરણમાં બતાવ્યા છે તે જે આચરણમાં મૂકવામાં આવે તે જરૂર નીરોગી રહેવાય. પણ પશ્ચિમી રીતભાત-ફેશન-સભ્યતા અને ધનપાછળની આંધળી દોટ મૂકતા સમાજ માટે આવું અધ' પથ્યપાલન શકય નથી અને તેને પરિણામે વિવિધ રોગની ઉત્પત્તિ થાય છે. ત્યારે તેમણે વિવિધ રંગો માટે અનુભવસિદ્ધ અને સચોટ ઉપાયો નિર્દેશ્યા છે. વિવિધ ઋતુમાં અનુકળ ખાનપાન દ્વારા માનવી સ્વાસ્થ જાળવી શકે છે. તે ઉનાળામાં તીખે રસ છોડવો અને શરદ ઋતુમાં તિત (કડવો) રસ લેવો તે આરોગ્ય માટે જરૂરી છે એમ પણ કહ્યું છે. પ્રકરણ ૧૧માં લેખકે મંદાગ્નિ-અશક્તિ-વાયુના-પિત્તના તથા ચામડીના રોગોની સારવાર અન્ય પક્ષ કરતાં આયુર્વેદમાં વધુ સારી અને પરિણામદાયી છે તે દર્શાવ્યું છે. તેમણે સ્ત્રીએ–બાળકે તથા પુરુષોને સતાવતા ઘણા રોગોમાં પિતાના અનુભવસિદ્ધ ઓષધે બતાવ્યાં છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની આર્થિક તેમજ સામાજિક પરાધીનતાને ઉલ્લેખ કરી સ્ત્રીના આરોગ્ય વિશે ચિંતા પણ પ્રગટ કરી છે. આનાં દેખીતાં કારણે જેવાં કે અપષણ-અપૂરતી ઉધ-અતિસમાગમ-અતિપરિશ્રમ અને મનોરંજનને અભાવ અને તેને કારણે થતાં પ્રદર-કટિશળ–ગર્ભાશયશ-તેમાં ચાંદી પડવી-પાંડુરોગ તથા હીસ્ટીરીયા જેવા રોગો માટે સમાજની જવાબદારી પણ ઓછી નથી તેમ સૂચવ્યું છે. બાળકાના રોગમાં અરવિદાસવ, શ્વાસકાસમાં કનકાસવ-કટકારી અવલેહ, પુરુષોના હદયની રક્ષા માટે અનારિષ્ટ તેમજ સ્ત્રીઓનાત પ્રદરમાં પુષ્યાનુગ ચૂર્ણ, ધાત્રોરસાયન ચૂર્ણ - શંઠીક્ષીરપાક તેમજ આમળાંને-લીમડાનાં કુમળાં પાનને તેમજ ગળોને સ્વરસ પીવા રાચવ્યું છે. શીળવા (શીતપિત્ત) બાળલકવા-સેજ–પાંડરગ-રાંઝણ (સાયેટીકા) મૂત્રવહસંસ્થાનના રાગ તથા જુદી જુદી ઋતુઓમાં થતા રોગો વિશે તેમણે ચિતનપૂર્વક ઔષધે દર્શાવ્યાં છે. આ ઉપરાંત સાંપ્રત સમાજને સતાવતાં પ્રદૂષણ તથા એઈડ્ઝ રોગ વિશે પણ જાણકારી આપી છે. તે વીતેલા દાયકામાં આયુર્વેદે સ્વબળે કરેલી પ્રગતિ અને સરકાર, આયુર્વેદ મહાવિદ્યાલય તથા સમાજની ઉદાસીનતા વિશે ચિતા પણ પ્રગટ કરી છે. તે વસ્તીવધારાના જટિલ પ્રશ્નને આયુર્વેદ દ્વારા હલ કરી શકાય છે તેમ સૂચવું છે પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની આ અગે ઉદાસીનતા પ્રત્યે આંગળી ચીંધી છે. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધીના ભારતને એક રાખવામાં આયુર્વેદના ફાળાની મહત્તા પણ દર્શાવી છે. શિવામ્બુચિકિત્સા જે આજે આયુર્વેદની પ્રશાખા તરીકે જાણીતી થઈ છે તેનાં પરિણામો પશુ આધુનિક વિધાનના અનુસંધાન-અનુભવ ને જાત પરીક્ષણ દ્વારા સૂચવી તેને વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવા જણાવ્યું છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191