________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
મહેશ ચંપકલાલ
રવિના પાત્ર દ્વારા સીધે જ ગગનને માનસપ્રવેશ કરાવે છે. ગગનનું subjective દષ્ટિબિંદુ અને રવિ દ્વારા પ્રગટ થતું objective દૃષ્ટિબિંદુ અહીં પરસ્પર ટકરાય છે ત્યાં જ નિહારિકાને પ્રવેશ થાય છે અને હવે પ્રેક્ષક રવિ દ્વારા બંધાયેલી ભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં ગગન-નિહારિકાને વ્યવહાર જુએ છે. નિહારિકા ખુશાલીના સમાચાર લઈને આવે છે. રવિ, નિહારિકા કહે એટલે આનંદના સમાચાર જ હોય એવું મંતવ્ય પ્રગટ કરે છે ત્યારે મનેરુણ એ ગગન બોલી ઊઠે છે, "That is subjective'. આવતા અઠવાડિયે ભજવાનારા નવા નાટકમાં ગગનની હીરો તરીકે નિયુક્તિ થઈ છે ત્યારે બધા જ અસબાબ રેડી અભિનયજગતમાં છવાઈ જવાનું નિહારિકા આહવાન આપે છે પણ લઘુતાગ્રંથિથી પીડાત ગગન તે રોલ બીજાને આપી દેવાનું સૂચવે છે. નિહારિકાના આગ્રહથી અંતે ગગન હા પાડે છે અને આંતરનાટકને રિહર્સલનું દશ્ય શરૂ થાય છે. આંતરનાટકને નાયક મનહર પિતાની પત્ની મનીષાને કુલ્ટા, વેશ્યા, વિશ્વાસધાતી કહી તેને ટોટો પીસી નાંખવા તૈયાર થાય છે એવા દૃશ્યનું રિહર્સલ કરતી વેળા ગગન “સ્વગત” ઉક્તિ દ્વારા પોતાના મનની વાત પ્રેક્ષકે આગળ પ્રગટ કરતાં જણાવે છે, “ગગન, તારા માટે આ સુંદર તક છે. આવી તક વારંવાર નથી આવતી. નાટકમાં તું મનહર બન અને (દાંત કચકચાવીને) તું નાટક કરતો હોય એમ મનીષા ઉફે તારી પત્ની નિહારિકાને ટેટ પીસી નાંખ. હા, હા, ટાટ પીસી નાંખ. ન રહેગી બાત, ન બજેગી બંસરી...” અહીં ગગનના અજાગ્રત મનમાં ઊંડે ઊંડે ધરબાઈને પડેલી અપરાધવૃત્તિ છતી થાય છે. નિહારિકા પરત્વેની લઘુતાગ્રંથિની આ ચરમસીમા છે. આંતર નાટકના નાયકને સમાન માનસિક પરિવેશ અને રિહર્સલ દરમ્યાન ઉદ્દીપ્ત કરતી ડાયરેકટરની આ ઉક્તિ,” ગુસ્સે લાવો, પુરુષત્વ લા...' ગગનને નિહારિકાનું ગળું દાબી દેવા પ્રવૃત્ત કરે છે. અહીં આંતરનાટકને ઉપયોગ એકાંકીના નાયક ગગનને અમુક કાર્ય કરવા પ્રેરવા થયો છે, તેનું માનસિક પૃથક્કરણ કરવા નહિ. આંતર નાટકના માધ્યમથી મનહર અને ગગનનું સમાન્તરે માનસપૃથક્કરણ થયું હોત તો તે વધુ નાટયાત્મક બનત. ગગનના મનનું પૃથકકરણ કરવાનું કામ રવિ દ્વારા નહિ પણ આંતરનાટક દ્વારા સમાંતરે થયું હોત તે તેનાથી કંઈક જુદે જ ઘાટ ઘડાયો હોત અને પ્રેક્ષક પોતે પોતાનું દષ્ટિબિંદુ સ્વતંત્ર રીતે કેળવતા થયો હોત. અંતરનાટકની ટેકનીકને વિનિયોગ માનસપૃથકકરણ માટે નહિ પણ નાયકને અમુક કાર્ય કરવા પ્રેરવા થયે છે.
આંતર નાટક પૂરું થતાં ડૉકટર દ્વારા ‘નિહારિકા મા બનવાની છે” તે રહસ્યનું ઉદ્દઘાટન થાય છે ત્યાં anti climax સર્જાય છે. ગગન સ્ટેજ પર ધસી આવેલા ટોળાથી સરકતો સરકતે એક ખૂણામાં જાય અને પૅટ લાઈટના પ્રકાશમાં સ્વાગત બોલી ઊઠે “શું ખાતરી એ બાળક મારું હશે ? મારુ એટલે માત્ર નિહારિકાનું નહિ. મારું એટલે નિહારિકા અને ગગન કાનાબારનું..મને કાંઈ સમજાતું નથી. ત્યાં પરકાષ્ટા સર્જાય છે. પિતે શારીરિક રીતે પિતા બન્યા હોવા છતાં માનસિક ૩ણુતા, લઘુતાગ્રન્થિ આ સત્યને સ્વીકાર થવા દેતી નથી. “મને કાંઈ સમજાતું નથી.' એ ઉક્તિ દ્વારા, નાયકની ધુંટાતી વેદના, પ્રેક્ષકના હૃદયની આરપાર નીકળી જાય છે.
સંગ્રહમાંને દ્વિતીય એકાંકી “ ચાલો જમનાજીની જાનમાં' પિતાનાં સંતાનોથી હડધૂત થયેલા થયેલા નિવૃત્ત વૃદ્ધજનોની, “ફાસિકલ કેમેડી 'ના વિનિયોગ દ્વારા ઠેકડી ઉરાડવાને ઉપક્રમ
For Private and Personal Use Only