Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 160
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ ચંપલ્લાહ પરણુતાં પહેલાં પોતાના સાને, યુવાનીને, રોમાન્સને પચે બતાવવાને પ્રસ્તાવ મૂકે છે અને જમનાપ્રસાદ હર્ષાવેશમાં આવી તે મંજર રાખે છે ને પછી farcical situation ઊભી થાય છે. બાગમાં પસાર થતી ૧૮ વર્ષની કન્યાને દુપટ્ટો સર કરવાનું સાહસ જમનાપ્રસાદ પિતાતુલ્ય વાત્સલ્યથી કરી શકે તેમ હોવાથી તે પ્રસ્તાવ નામંજૂર કરી, ૫૮ વર્ષની જે સ્ત્રી પસાર થાય છે તેની, જેની માત્ર પૂઠ જ દેખાઈ રહી છે તેની, સાથે વાત કરી તેને હસતાં હસતાં શાલ ઓઢાડવી અને સ્ત્રી પણ તિરસકાર્યા વિના, છણકો કર્યા વિના, પ્રેમથી શાલ ઓઢે તે પિતે સમરાંગણમાં વિજેતા અને તેમ ના કરે તો પરાજિત રેહા એવી શરત કબૂલ રાખી જમનાપ્રસાદ આગળ વધે છે. પેલી સ્ત્રી તે બીજ કેઈ નહિ પણ પોતાની પત્ની જયાની સખી, પિતાની માનસપ્રિયા એવી રાધા છે એવું પ્રગટ થતાં બંને લગ્ન માટે રાજી થાય છે ને શાલ ઓઢાડવાની જગ્યાએ આખે આખી કન્યાને ઉપાડી લાવતા જમનાજીને નિરખી બંને મિત્રો ભોંઠા પડી જાય છે ને તેમના લગ્નના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારે છે. આ બે situation ઉપરાંત, અગાઉ જણાવ્યા મુજબ, તમામ મુખ્ય પાત્રોના સંવાદની તડાફડી, ફટાકડા ફૂટતા હોય તેમ તેમના મુખેથી સરી પડતા ચબરાકિયા સંવાદોમાં ફાર્સનાં તરવો રહ્યાં છે. જમનાપ્રસાદ પરણે તે બંગલામાં નિરાંતે બેસી ચા પી શકાય એને નિર્દેશ હાલ આ મિત્ર, બૂઢા થઈ ગયેલા મિત્રો, પિતાના મિત્રના ઘરે એક પ્યાલો ચા પણ પામી શકતા નથી એ હડધૂતતાનું ભાન કરાવે છે. અહીં હાસ્યની પડખે કરુણ રહે છે અને તે કુશળ નટ સારી રીતે ઉપસાવી શકે. ભર્યાભાદર્યા બંગલામાં, પોતાનાં આપ્તજને વચ્ચે એકાકી રહેતા વૃદ્ધ જમનાપ્રસાદ જ્યારે આધેડ વયની રાધા સાથે આ ઉમરે પરણવા તત્પર બને છે ત્યારે તે પ્રેક્ષકને તિરસ્કાર નહીં પણ સમભાવ પ્રાપ્ત કરે છે. * ચાલે જમનાજીની જાનમાં' એવો પ્રતિભાવ પ્રેક્ષકને પણ હોઈ શકે અને તેમાં જ આ એકાંકીની સફળતા રહેલી છે. સંગ્રહમાંના તૃતીય એકાંકી પ્રશ્નાર્થો માં રહસ્ય નાટકના માળખાને જાળવી ત્રણ પાત્રોની રૌતસિક ગતિવિધિને તાકવાની લેખકની નેમ છે. ખૂનીની શોધ ચલાવતે ઈ-પેકટર વિવિધ વ્યક્તિઓની જુબાની લે અને આડાઅવળા પ્રશ્નો પૂછી સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કરે; વિવિધ subjective બયાનેને ઝીણવટભર્યો અભ્યાસ કરી objective એવા નિષ્કર્ષ ઉપર પહોંચવાનો પ્રયત્ન કરે. રહસ્ય નાટકના આ માળખાને ઉપગ નાટયકારે જેની પૃચ્છા થઈ રહી છે તેવાં પાત્રોના આંતરમનની ગતિવિધિને પ્રગટ કરવા માટે કર્યો છે. ટ્રાવેલ એજન્ટને વ્યવસાય કરતા, ૩૪ વર્ષના, કેન્સરગ્રસ્ત નિખિલ મારના પાંચ વર્ષના દીકરા ધવલનું મૃત્યુ એ હત્યા છે કે આત્મહત્યા–હત્યા હોય તો પછી કોણે કરી–તેની આસપાસ કથાવસ્તુ ઘુમરાય છે. છેહલાં બે વર્ષથી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહેલ નિખિલ મારુ, અનંગ મહેતા સાથેની પિતાની દોસ્તીને પવિત્ર માની, તેના પર વિશ્વાસનું વજન મૂકી; ઓફિસ, ઘર, બેન્ક બેલેન્સ બધું જ તેને સોંપી દે છે પરંતુ મારુના મત પ્રમાણે અનંગ મહેતાએ, એ ઝેરી નાગે, વિષની કથળી ખાલી થાય ત્યાં સુધી ઝેર ઓકતા એ નરપિશાચે, મિત્રતાને મુલાયમ બુરખો પહેરી, મીઠી મીઠી વાતે કરી બધું જ હડપ કરવા માંડયું. તેને મારુ સાથે વ્યવહાર એ મારુને મને સપાટી પરની છલના હતી. તે ધીમે ધીમે પરાવલંબી બનતે ગયે. ધીમે ધીમે તેનામાંનું ધનભખ્યું, કીતિતરસ્ય. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191