Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • કેનવાસને એક ખૂણે” -સંકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ ધરાવે છે “ ફાસિકલ કોમેડી' સંજ્ઞા અંગે છેડે હાપોહ થવા સંભવ છે કેમકે કાર્સ અને કોમેડી એ બંને કેટલેક અંશે અલગ તરી આવતાં નાટ્યસ્વરૂપે છે. જો કે અહીં નાટ્યકારને આશય ફાસ પ્રકારનું કેમેડી” વિશેષ છે. કોમેડીમાં અતિશયતાનું તત્વ ઉમેરાય.’ ત્યારે તે કાર્સની કટિમાં બેસે. એટલે પ્રસ્તુત એકાંકીમાં કોમેડી કરતાં ફાર્સનાં તત્તવો વિશેષપણે કયાં કયાં ડેકાય છે અને તે દ્વારા આ વૃદ્ધજનોની મનસુષ્ટિ કેવી રીતે મૂર્તિમંત થાય છે તે તપાસવું રસપ્રદ બની રહેશે , , , ક્રિયા સ્થળ તરીકે નાટ્યકારે કોઈ પણ ઘરનું interior પસંદ કરવાની જગ્યાએ જાહેર ઉદ્યાનનું exterior પસંદ કર્યું છે એ ખૂબ સૂચક છે. ઘરમાં રહેતા આપ્તજનથી હડધૂત થયેલા વૃદ્ધજને ઉધાડા આકાશ નીચે જાહેર ઉદ્યાનના બાંકડા પર ભેગા થાય છે. નાટકના નાયક જમનાપ્રસાદ ૬૨ વર્ષના શ્યામ રંગના ઊંચા એવા વિધૂર છે. નંદનવન જેવા બંગલાના માલિક હોવાં છતાં ભર્યાભાદર્યા મકાનમાં એકાકી છે. શહેરની ભરચક વસ્તીમાં રહેતા હોવા છતાં જાણે જંગલમાં ભટકતા વનવાસી છે. પિતાના દીકરા, દીકરી, વહુએ તેમની સાથે, જાણે તેઓ ગુજરી ગયેલી ધટના હય, મ્યુઝિયમનું કાઈ શેપીસ હોય કે ખૂણામાં પડેલું ગંધાતું લબાહ્યુિં હોય તે રીતે વર્તે છે અને તેથી તેઓ ખિન્ન છે. પિતાની પત્ની જયા ને હયાત હોત તો પોતે દારુણ દુઃખરૂપી વનવાસ ભોગવતા હોવા છતાં મુસીબતના મહાસાગરને ચપટીમાં તરી જાત એવી તેમની લાગણી છે. પિતાના મિત્રોની પત્નીએ હયાત છે. રાત્રે મિત્રો જ્યારે ઘરે પાછા જાય ત્યારે પત્ની તેમની શાલ ઠીક કરે જ્યારે પોતે ઘરે પાછા ફરે ત્યારે પુત્રવધુઓ પિતાની ખાલ કાઢી નાંખે, એવી તેમની સ્થિતિ છે. તેમના જ મુખે બોલાતા આવા ચબરાકિયા સંવાદોમાં ફોર્સનાં તો છે. જુઓ આ સંવાદ-- જમનાપ્રસાદ :...મારા મિત્રો, સમજે. તમે રાત્રે ઘરે જશે ત્યારે તમારી પત્નીઓ તમારી શાલને ઠીક કરશે, અને મારી વહુઓ મોડા આવવા બદલ મારી ખાલ કાઢી નાખશે. તમારું ગળું કોર્પોરેશનની ગટર જેવું ચોખ્ખું ચટ હશે તે પણ તમારી અર્ધાંગનાઓ દૂધમાં ઘી અને હળદર નાખી, ચમચી વડે ગાળ હલાવી પીવડાવી દેશે અને હું ખાં ખેડ કરીશ તે આખું ઘર ડીસ્ટર્બ થઈ જશે અને થોડી મિનિટોમાં એ સાઇલન્સ ઝોનમાં હુકલડ મચી જશે. જમનાપ્રસાદ બનતે નટ પોતાના આંગિક અને વાચિક અભિનય વડે આ સંવાદને ચગાવી શકે એની પૂરતી ગુંજાયેશ નાટયકારે અહીં આપી છે. પિતાનાં આપ્તજનોથી હડધૂત થતો જમનાપ્રસાદ પિતાની વ્યથા ઉપર્યુક્ત હાસ્યપ્રેરક ઉક્તિ દ્વારા પ્રગટ કરે છે. પહેલાં તો પ્રેક્ષક આ ઉક્તિ સાંભળી બે ઘડી હસશે પણ પછી એ ઉક્તિ પાછળ છુપાયેલી જમનાપ્રસાદની વ્યથા પ્રેક્ષકની આંખને ભીંજવી પણ જશે. જમનાપ્રસાદની આ વ્યથા દૂર કરવાને એક જ ઈલાજ છે ને તે એમને પરણાવી દેવા તે. અને તે પછી શંભુપ્રસાદ પિતાની લાકડીને, ભાવિ મિસીસ જમનાપ્રસાદ ક૯પી જે ત્રાગડ રચે છે એ situationમાં કાર્સનાં ભરપૂર તત્વો રહેલાં છે. મિત્રોના આગ્રહને અને પોતાની પ્રરછન ઇચ્છાને વશ થઈ જમનાપ્રસાદ ફરી લગ્ન કરવા ઉત્તેજિત થાય છે ત્યારે કાલિકાપ્રસાદ જમનાજીને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191