Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 174
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયન્ત પાઠક તથા તે દિશામાં નવું જ માર્ગદર્શન પૂરું પાડે છે. આ તે માત્ર પ્રથમ પગલું જ છે. આ દિશામાં તેમનું સંશોધન અબાધિત રીતે ચાલુ જ રહે તેવી અભિલાષા અને શ્રદ્ધા રાખીએ. આ પ્રકારે સાચા પ્રાધ્યાપકને આદર્શ પૂરો પાડનાર ડો. કે. ઋષભચંદ્રને આપણે હાર્દિક અભિનંદન તો આપવાં જ જોઈએ; પણ આ નવી પહેલ માટે આપણે તેમના આભારી પણ બન્યા છીએ. ૬૯, મનીષા સોસાયટી, જયન્ત એ. ઠાકર જના પાદરા રોડ, વડોદરા. કાબૂલાવણ્ય : સંપાદન : કલોલિની હઝરત, પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ-૪૦૦ ૦૨૦, મુલ્ય પચાસ રૂપિયા, પૃ. ૮ + ૧૮૬. મધ્યકાલીન કવિ નરસિંહ મહેતાથી આધુનિક કવિ ઉદયન ઠકકર સુધીના ગણનાપાત્ર કવિઓની ૬૧ કુતિએના આ સંચયમાં આમ તે બહુધા આપણું કવિઓની નીવડેલી પરિચિત કતિઓ સાથે એક લોકગીતને સમાવેશ કરવામાં આવે છે. છતાં પૂર્વે થયેલા આવા સંચ સાથે સરખાવતાં આમાં કેટલીક વિશેષતાઓ પણ જોવા મળે છે. શ્રી કલોલિનીબહેને અહીં પ્રત્યેક કતિ વિશે ટિપણું આપ્યું છે. એમાં કવિના જીવનકાળ વિશે જન્મમરણને સમય વિશે માહિતી આપવામાં આવી છે. કતિના અર્થબોધ માટે અનિવાર્યપણે આવશ્યક એવી સમજુતી આપ્યા પછી તેઓ જિજ્ઞાસુ માટે અન્યત્ર પ્રાપ્ય એવી જરૂરી સામગ્રીને પણ નિર્દેશ કરે છે ને કયારેક પદ, આખ્યાન, લોકગીત, હાઇકુ જેવાં. કાવ્યસ્વપનાં લક્ષણે પણ દર્શાવે છે. ઉપરાન્ત સમાવિષ્ટ કતિના વિવરણને અંતે એવા જ પ્રકારની, સમાન ભાવવિચાર પ્રગટ કરતી ગુજરાતી જેમ અન્ય ભાષાઓની કૃતિઓ પણ ઉતારે છે જે ભાવકની આસ્વાદ-ક્ષિતિજો વિસ્તારવામાં ઉપકારક બને છે. કારના “ ભણકારા' જેવા કાવ્યના ટિપણાપે તો સંપાદિકાએ નિરંજન ભગતનું એ કૃતિ વિશેનું આખું વિવેચન સુલભ કરી આપ્યું છે. કયાંક કયાંક કૃતિ કે કવિતા સંબંધમાં વધુ જાણકારી માટેના મંથને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. ચોક્કસ દૃષ્ટિપૂર્વક તૈયાર કરવામાં આવેલ સાદગીભર્યો ને સુધડ એ આ સંચય શાળાકૅલેજમાં પાઠયપુસ્તક તરીકે નિયત થઈ શકે એવો છે. ૨૪, કદમપલી, નાનપરું, સૂરત. ' જયન્ત પાઠક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191