Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 181
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ્પાહાકને સ્પષ્ટ ઓળખ પામી શકાય તેવા પ્રમુખકવિઓ હતા, પણ અઘતન યુગમાં તવા “મેજર પિએટ 'ની તેમને ખોટ વરતાય છે. કલા અને સાહિત્યના વિવિધ વિદ્યાશાખાઓ સાથેના તુલનાત્મક અભ્યાસને નવતર ખ્યાલ આપણે ત્યાં છેલ્લાં વીસેક વર્ષથી પ્રચલિત થયેલ છે. એ અનુષંગે, સાહિત્યમાં સમાજશાસ્ત્રીય તથા મૌજ્ઞાનિક અભિગમ અંગે કેટલાક અભ્યાસલેખે લખાયા છે. તો બીજી બાજ, સાહિત્યસર્જનમાં સામાજિકતાને સંદર્ભે કલાની વેધકતાને કુંઠિત કરે છે એ બાબત ચર્ચાસ્પદ બની છે. આવા કોઈ વિવાદમાં ઉતર્યા સિવાય, શ્રી ડણક “મુનશીની કતિઓમાં સમાજદર્શન'નું , ચિત્ર ઊપસાવવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. મુનશીના સાહિત્યને વ્યાપ જોતો એક જ લેખમાં તેમના સમગ્ર સાહિત્યમાં સમાજદર્શનની સૂક્ષ્મ સર્વગ્રાહી તપાસ કરવાનું કાર્ય ઘણું કઠિન છે., જો કે કેટલાંક સામાન્ય નિરીક્ષણે દ્વારા મુનશીને “ સમાજજીવનના અચ્છા આલેખક' તરીકે ઓળખાવવા તેમણે પ્રયત્ન કર્યો છે. તેમણે આ ચર્ચા મુનશીનાં સામાજિક નાટકો-નવલકથાઓ પૂરતી સીમિત રાખી હોત તો વિષયનું વિશદ અવગાહન કરી શકાત. મુનશીના સાહિત્યનાં નારીપાત્રો ગુજરાતી સાહિત્યમાં ચર્ચાસ્પદ બનેલાં છે. અહીં લેખક “મુનશીનાં નાટકોમાં સ્ત્રી પાત્રો અને પુરુષપાત્રોની તુલના માં, પુરુષસહજ પોકળતા, દભ, કામુક્તા, નિમમતા જેવી મર્યાદાઓ ધરાવતાં પુરુષપાત્રોની સાથે ચંચળ, તરવરિયાં, હિંમતબાજ અને જાજરમાન સ્ત્રી પાત્રોની તુલના કરી, તેમનું પ્રભુત્વ સિદ્ધ કરવા મથ્યા છે. “ “સ્વૈરવિહારી'ની લીલા'માં રા. વિ. પાઠકના નિબંધની વિષયવૈવિધ્ય તથા ગદ્યશૈલીની દષ્ટિએ સમીક્ષા કરી, તેમને તાજગીપૂર્ણ નિબંધકાર તરીકે બિરદાવ્યા છે. બીજા વિભાગમાં કૃતિલક્ષી અવલોકનમાં, સુરેશ દલાલના પરંપરાગત વલણ ધરાવતા બે કાવ્યસંગ્રહ–' હસ્તાક્ષર' અને “એક અનામી નદી છે. રમેશ આચાર્યના તાન્કા' ના નવીન પ્રગરૂ૫ “હાઈફન ', મધુ કોઠારીકૃત " અકસ' ઉપરાંત મફત ઓઝારચિત “સાતમો પુરષ” નવલકથા તથા તમિળભાષાની ચિત્રપ્રિયા : નવલકથાને સમાવેશ થાય છે. અદ્યતન સાહિત્યને જીવંત સંપર્ક જાળવવાની લેખકની રુચિ-વૃત્તિનું તેમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. નવીન પ્રયોગને પ્રોત્સાહિત કરવા જતાં તેમની કલમ કયારેક અહોભાવી બની ગઈ છે. સાહિત્યની અધ્યાપકીય સૂઝ અને વિવિધ વિષયની એકંદરે સ્પષ્ટ રજુઆતને લઈ, તેમને આ વિવેચનસંગ્રહ સાહિત્યના અભ્યાસીઓ માટે આવકાર્ય છે. ગુજરાતી વિભાગ, ફેકલ્ટી ઓફ આર્ટસ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. અરુણ બક્ષી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191