Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 164
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ ચંપકલાલ મર્યાદા બાદ કરતાં, જીવ્યાભર્યાના છેલા જુહાર કરતાં કાળું અને રાજુની મનોદશાને નાટયાત્મક રીતે ઉપસાવવામાં નાટયકાર મહદ્ અંશે સફળ નીવડયા છે. “ધરતીનાં ધાવણુ ભલે ધરબાઈ ગયાં પણ રાજુ તમને કદી તરસ્યા નહિ રાખે' એમ કહી રાજુ, કાળુને સ્તનપાન કરાવે છે ત્યાં વાદળાંને ગડગડાટ સંભળાય છે. ચોમેર અમરતવર્ષા થાય છે. રાજુ તેમાં ખોવાઈ જવા કાળને આહવાન આપી ઊભો કરે છે અને તેથી તે કાળુ ઉપર છવાયેલી હોય તેમ લાગે છે ને પછી દશ્ય બદલાય છે. પુરુષ (કાળ ) પ્રકૃતિ (રાજુ) પર ઝળુંબી રહ્યો હોય તેવું દૃશ્ય સર્જાય છે. અહીં નાટયકારે શબ્દ કે સંવાદ દ્વારા નહિ પણ રંગમંચીય ઉપકરણ દ્વારા વન્યાર્થ સાકાર કરવાનું જે કૌશલ દાખવ્યું છે તે તેમની નાટયશીલતાનાં સુભગ દર્શન કરાવે છે. “માનવમનની સંકુલ આંટીઘૂંટીઓનું દર્શન” એ આ એકાંકીસંગ્રહને મુખ્ય વનિ છે અને તે માટે નાટચકારે વિવિધ નાટપ્રયુક્તિઓ તો પ્રજી જ છે પણ સાથે સાથે વિવિધ પાત્રોનાં આંતરમનને, તેમના subconscious mindને પ્રેક્ષક આગળ છતાં કરવા માટે વિશિષ્ટ • પાત્રસૃષ્ટિ પણ ઊભી કરી છે જેમ કે “કેનવાસને એક ખુણે 'માં મિત્ર રવિ, “ પ્રશ્નાર્થે 'માં પોલિસ ઈ-સ્પેકટર, “ચાલ રમીએ પપ્પા-મમ્મી માં માઈકવાળો, “સર્જકને શબ્દ 'માં યમદૂત. અહીં રવિ, ઈન્સ્પેકટર, માઈકવાળે અને યમદૂત સ્વતંત્ર પાત્ર કરતાં જે તે પાત્રનાં આંતરમનનાં પ્રતીક છે. રવિ નથી બોલત, ગગન કાનાબારનું આંતરમને બોલે છે; ઈન્સ્પેકટર નથી બોલતે માર, મહેતા અને મોહિનીનાં આંતરમન બોલે છે. યમદૂત, યમદૂત નથી પણ સર્જકનું આંતરમન છે. “ચાલ રમીએ પપા મમ્મી માં મા-બાપ સંતાનથી છૂટાં પડી ગયાં છે. બાળકોની આ મનોવેદના તેમણે “માઈકવાળા ના પાત્ર દ્વારા છતી કરી છે. માઈકવાળા એ ધૂળ પાત્ર ન બની રહેતાં બાળમનની આ વ્યથાને પ્રગટ કરી આપનાર પ્રતીકાત્મક પાત્ર બની રહે છે. અહીં માઈકવાળાનું માઈક નથી બોલતું પણ બાળકોનું આંતરમન બોલે છે. વાસ્તવિક જીવનનાં પાત્રોને અહીં વાસ્તવિકતાને અતિક્રમી જઈ આંતરમનના પ્રતીકરૂપે વિશિષ્ટ વિનિયોગ નાટયકારની નાટયશીલતા દર્શાવે છે.. નાટયકારની નાટયશીલતાનું પરિચાયક એવું અન્ય તત્વ છે નાટ્યકાર દ્વારા પ્રજાયેલી પાત્રોચિત ભાષા. એકાંકીએ-એકાંકીએ અને પા-પા નાટયકારે આગવી ભાષા પ્રજી છે. મનેરખું એવો ગગન કાનાબાર હોય કે પછી તેના મનનું વિશ્લેષણ કરનાર રવિ હોય, એકબીજાને મારી નાંખવા તત્પર મારુ-મહેતા હોય કે પછી તેમના મનના અતલ ઊંડાણમાં ચતુરાઈપૂર્વક ડૂબકી મારનાર ઈ-પેકટર હાય; નાનાં ભૂલકાંઓ પિતાનાં અસલ મિજાજમાં હોય કે પછી પાપા-મમીને પાઠ ભજવતાં હોય, વૃદ્ધજને, આપ્તજનથી હડધૂત થયેલી દિશામાં હોય કે પછી એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરતા હોય; સર્જકની કવિતાશાઈ ખુમારી હોય કે પછી તેના જ શબ્દો થકી તેના કૃતકપણુની ઠેકડી હોય; નાટયકારે બોલચાલની ભાષાના વિવિધ સ્તરે કલાત્મક રીતે ઉપસાવ્યા છે. - નાટયકાર ડે. લવકુમાર મ. દેસાઈની આ નાટયશીલતા નાટયક્ષેત્રે દરિદ્ર એવી ગૂજર વાગીશ્વરીને અલંકૃત કરતી રહે તેવી અભ્યર્થના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191