Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 156
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૫૨ મહેશ ચંપકલાલ દ્વારા પાત્રની બાહ્ય આકૃતિ physical life ઉપસાવતા ઉપસાવતા તેઓ “કેનવાસને એક ખૂણે” એકાંકી સંગ્રહમાં કેનવાસના કોઈ એક ખૂણે પાત્રની આંતર પ્રકૃતિને, તેની આંતર વૃતિઓને, તેના મનની ગ્રંથિઓને તેની psychological lifeને મૂર્તિમંત કરી આપે છે અને તે પણ psycho analysisના કશા પણ વળગણ કે ભાર વિના. તેમનાં પાત્રોનાં સંકુલ આંતરમન, તેમનાં સ્વાભાવિક વાણી વર્તન દ્વારા જ તરલ અભિવ્યકિત પામ્યાં છે એ એક આગવી વિશેષતા છે. વિવિધ એકાંકીએમાં પાત્રના આંતરમને દૃશ્ય/શ્રાવ્ય રૂપ આપવા તેમણે વિવિધ નાટ્યપ્રયુક્તિઓ કામે લગાડી છે અને તેથી જ બધાં એકાંકીએ અભિનય બન્યાં છે. સંગ્રહમાંના પ્રથમ એકાંકી " કેનવાસને એક ખૂણે'માં નાટ્યકારે આમુખમાં જણાવ્યા પ્રમાણે લઘુગ્રંથિથી પીડાતા નાયકની વેદનાને કંડારવાનું તાકર્યું છે અને તે માટે તેમણે આંતરનાટક play within a playની નાટ્યપ્રયુકિત dramatic device ખપમાં લીધી છે. રંગનિદેશ અનુસાર નાયક છે ૩૨ વર્ષને, દેખાવે તેમજ બેલવે ચાલ સ્ટ્રણ પ્રકૃતિને એવો ગગન કાનાબાર. આમુખમાં નાટ્યકારે નાયકને લઘુગ્રંથિથી પીડાતો જણાવ્યો છે તે નાટકને રંગનિદેશમાં તેને ૌણ પ્રકૃતિને વર્ણવ્યો છે. શું નાયકની આ લઘુતાગ્રંથિ તેની સ્ત્રી પ્રકૃતિને લીધે ઉદ્દભવી છે કે નાયક પોતે ૌણ છે એવું માની બેઠા છે અને તેથી લઘુતાગ્રંથિથી પીડાય છે ? પોતે નિહારિકા જેવી અલ્ટ મેડન યુવતીને, રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રીને પર છે અને તે તેનાથી ઉતરતે છે; તેના અભિનયની વાહ વાહ થાય છે, પિતાનાથી તે મુઠ્ઠી ઊંચેરી છે અને તે તેનાથી inferior છે અને આ ગ્રંથિને લીધે તે ટોણ બનતો જાય છે ? નાટકની શરૂઆતમાં નાટ્યકારે ગગન અને તેના મિત્ર રવિ વચ્ચેનું જે દશ્ય ક્યું છે તેમાં નાયકની ખાતરપ્રકૃતિ છતી કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીં ગગનનાં બે વ્યક્તિ એક સાથે પ્રગટ થાય છે. એક તે રવિની દષ્ટીએ ગગનનું વ્યકિતત્વ અને સ્વયં ગગનની દૃષ્ટિએ તેનું પિતાનું વ્યક્તિત્વ. રવિની દષ્ટિએ તે સતત માનસિક તાણ અનુભવતે, પૂર્વગ્રહોના ખંડિયેરમાં જીવતે, અકાળે ક્ષયગ્રસ્ત થઈ ગયેલા મનવાળો, લંગડાતા અહમને લઈને પ્રશ્ન અને સમસ્યાની ભેખડ ઊભી કરી દુઃખી થનાર પુખ્ત ઉંમરને બાબો છે જે પત્ની નિહારિકાને ચેનથી જીવવા નથી દેતે. જ્યારે ગગનની દષ્ટિએ તે પોતે ભયંકર ભૂતાવળ બનીને ઊગી નીકળેલી ગુફામાં પુરાયેલ, પોતે જાણે બુડથલ હોય, બબૂચક હોય તેમ નાના બાળકની જેમ બધા દ્વારા પટાવા, બાટલીનું દૂધ પીતો નાને બાબો હોય તે વ્યવહાર પામતા, પિતાનામાં રહેલા ઑફિસર ગગન કાનાબારને, કેશનેબલ પરી જેવી નમણી, રૂપાળી નિહારિકાના પતિને સૌ ઓળખે છે પણ પિતાને કઈ ઓળખતું નથી તેવી લાગણી ધરાવતે ઉપસી આવે છે. રવિની દષ્ટિએ ગગન ભર્યાભાદર્યા ઘરને સભેગી શકતા નથી. નિહારિકાને ખુશ કરી શકતા નથી એટલે કે ગગન ણ પ્રકૃતિનો છે, શારીરિક રીતે નપુંસક છે અને તેથી તે પિતાની પત્નીને સંભેગી શકતા નથી એ પ્રગટ થાય છે તે ઓગળ જતાં ગગનના શબ્દોમાં “નિહારિકા', રાત્રે ધસઘસાટ ઊંધનારી, ધડિયાળના ટંકારા અને નસકોરાંની વચ્ચે પોતે સેન્ડવીચ બની જતું હોય અને તે મજબૂત થાંભલાની જેમ પડી રહેતી અને પોતાનામાં જયારે કામદેવ સોળે કળાએ ખીલ્યા હતા ત્યારે “ અડધી રાતે શું કામ ડિસ્ટર્બ કરે છે, રસોડામાં જાવ' એમ કહી ફરી પાછી નસકોરાં બોલાવતી જણાવાઈ છે. રવિની દૃષ્ટિએ ગગન-નિહારકા વચ્ચેનો સંબંધ તથા ગગનની દૃષ્ટિએ ગગન-નિહારિકા વચ્ચે સંબંધ અહીં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191