Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘કેનવાસના એક ખૂણા ’— સકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ ચ'પકલાલ પાત્રગત ચૈતસિક વ્યાપારને, માનસિંક ગતિવિધિને ક્રિયારૂપે રજૂ કરવાં, તેને દશ્ય શ્રાવ્યરૂપ આપી ઈન્દ્રિયગ્રાહ્ય બનાવવાં એ કોઈ પણ નાટ્યકાર માટે મે પડકાર છે. રંગભૂમિના વિકાસના વિવિધ તબકકે નાકારાએ આ પડકાર ઝીલી લઈ વિવિધ નાટ્યપ્રયુક્તિએ stage devices દ્વારા પાત્રગત મનેાવ્યાપારને મંચ ઉપર સફળ રીતે સાકાર કરવાની મથામણુ કરી છે. ગ્રીક નાટકમાં કોરસ દ્વારા પાત્રના મનેગતને ઉજાગર કરવાના પ્રયત્ન થતા તે સ ંસ્કૃત નાટકામાં પાત્ર પેાતાના મનને ‘ સ્વગત ’ દ્વારા કે ‘આત્મગત ' દ્વારા અપવારિત/જનાન્તિક જેવી નાટ્યરૂઢિ દ્વારા અભિવ્યક્ત કરતું. શેકસપિયર જેવા મહાન નાટ્યકાર પાત્રના મનમાં ચાલતા આંતરિક સ ધ ને * સ્વગતોક્િત ' soliloquy ના માધ્યમથી સબળ અને સચોટ રીતે ક્રિયાન્વિત કરે છે. આધુનિક નાટ્યકારામાં પિરાન્દેલેા, પાત્રના આંતર વ્યક્તિત્વને, એક પાત્રમાં જીવતાં અનેક પાત્રોને • આંતરનાટક ' play within a playની નાટ્યપ્રયુક્તિ દ્વારા રંગમંચ પર જીવંત કરી બતાવે છે. નવલકથાકાર વહુ નનેા આશ્રય લઈ, પાત્રના આંતર મનને ભાવક સમક્ષ સહેલાઇથી છતું કરી શકે છે અને ભાવક પણ નિરાંતે પાત્રના સકુલ મનની જટિલતા ઊકેલી શકે છે. ભજવાતા નાટકમાં આ શકય નથી. તેમાં તેા પાત્રની psychological life, physical ઉપકરણો દ્વારા જ નક્કર રીતે રજૂ કરવાની હોય છે. કશું abstract ના ચાલે. પાત્રના મનની તમામ સકુલતાએ, ગ્રંથિ, ચૈતસિક વ્યાપારી તેનાં વાણી અને વર્ણન દ્વારા પ્રેક્ષક આગળ છતાં થાય છે અને તે માટે નટ અને નાટ્યકારે વાસ્તવિકતાને અતિક્રમી જઈ સ્વગતેક્તિ, આંતરનાટક જેવી વિવિધ નાટ્યધર્મી યુક્તિ-પ્રયુક્તિઓ કામે લગાડવી પડે છે. અરૂપ, અમૂત એવા મનેાવ્યાપારને દૃશ્યશ્રાવ્ય પ્રતીકો દ્વારા મૂર્ત કરવાં એ જ નાટ્યકળાની વિશેષતા છે. ડૉ. લવકુમાર દેસાઇ એ પણ પાત્રનાં વાણી અને વર્તન દ્વારા જ પાત્રના મનની આંટીઘૂંટીએ સ્વાભાવિક રીતે પ્રેક્ષક આગળ છતી થાય અને પ્રેક્ષક પણ પાત્રનાં વાણી અને વર્તન દ્વારા જ તેના મનને પામી શકે તેવી રીતે પ્રસંગાની ગૂથણી પેાતાના નવીન નાટ્યસગ્રહ 'કેનવાસને એક ખૂણા ’માં કરી છે. ડૉ. લવકુમાર ચિત્રકળા જેવી દૃશ્યકળાની પરિભાષામાં જ પોતાના નાટ્યસંગ્રહનાં શી ક યાજે છે તે પણ સૂચક છે. * પીંછી કેનવાસ અને માણુસ' એકાંકીસ મહ ‘સ્વાધ્યાય’, યુ. ૨૭, અક્ર ૩-૪, અક્ષયતૃતીયા જન્માષ્ટમી અક, એપ્રિલ-૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૫૧-૩૬૦. * નાટ્ય વિભાગ, ફૅકલ્ટી ઔફ પરફોમીગ આર્ટ્સ, મ. સ. યુનિ., વડાદરા. સ્વા ૨૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191