________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સુધા માં શ્રીમદ્દ ઉપેન્દ્રાચાર્યજીની દા૫ત્યવ્રુતિ ' અનુરાગ છે તેને પત્રો લખતી વખતે ઉપેન્દ્રાચાર્યજીમાં વસેલે કવિ કઈ રીતે ચૂપ રહી શકે? જુદા જુદા પ્રસંગોએ, જન્મદિવસ, દિપાવલી કે નૂતનવર્ષ પર લખાયેલા પત્રોમાં ભરપૂર કવિતા પડેલી છે. દા. ત. “પત્રસુધા ને બાવન પત્ર, જેના પર તારીખ નથી પરંતુ જયતીદેવીના જન્મદિવસ અંગે લખાયેલો છે, જેમાં કવિતામય ભાષામાં હૃદયની ઉમિઓની રજુઆત થઈ છે. ઉપેન્દ્રાચાર્યજી લખે છે...(પત્ર : પર, પૃષ્ઠ : ૨૪) “શુક્રવારે તારે જન્મદિવસ ગણાય. તારે જન્મદિવસ સ્વભાવથી જ મને આનંદરૂપ છે. તેને સંપૂર્ણ સુખના શિખરે વિરાજેલી જેવી એ મારા નેત્રને સાર્થક છે. તારા પરમ આનંદના ઉદ્દગાર શ્રવણ કરવા એ મારા શ્રોત્રની સિદ્ધિ છે. તારા પ્રેમનું સુધાસ્વાદન કરવું એ મારા જીવનને પરમ રસ છે. તેને સર્વ પ્રકારનાં સુખથી પૂર્ણ જેવી એ મારા હૃદયની ભાવના છે. તારો સર્વ પ્રકારનો સહકાર એ મારા જીવનનો લ્હાવો છે તારે અમર્યાદ અભ્યદય એ મારા આત્માને અભિલાષ છે. પરમાત્મા એવો સમય સત્વર અર્પે કે જેમાં મારી મનભાવના સિદ્ધ થતી દ્રષ્ટિગોચર થાય. તારી પ્રકૃતિ સ્વસ્થ હશે જ. તારું નૂતન વર્ષ તારી મનોકામના સિદ્ધ કરનાર હા. એ જ... "
લગભગ ૧૯૦૩ થી ૧૯૧૨ વચ્ચેના સમયગાળામાં લખાયેલા આ કુલ ૬૦ પત્રો છે. તેમાં ૧૯૧૨માં લખાયેલા પત્રોમાં આધ્યાત્મિક ઉચ્ચતા પ્રાપ્ત કરવા માટેની તીવ્ર ઈચ્છા અને કંઈક અંશે ઉતાવળ જણાઈ આવે છે. જાણે કે હવે કંઈક સિધ્ધ કરવાની તૈયારી જ છે એવું લાગ્યા કરે છે. દા. ત. પત્રસુધા ને ૪૫મો પત્ર. (પત્ર ૪૫ પૃષ્ઠ-૨૧) “ આવતીકાલથી આરંભાતા નવીન વર્ષમાં શ્રી ઈષ્ટાનુગ્રહથી જે કંઈ ઉત્તમ સુખ, આનંદ, ઉત્સાહ વગેરે સુલક્ષણે છે તે તારા અંતઃકરણમાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શુભ્ર મધુર પ્રભાતે ઉત્કૃષ્ટ રૂપમાં પ્રકટાવે એ જ ઈરછા છે. પરમાત્મા સર્વ કરવા સમર્થ છે.
તારા અનેક અમાનુષી ગુણે જે કાળે આ વૃત્તિમાં આરૂઢ થઈ આવે છે. ત્યારે તને પામીને હું મને એક મહદ ભાગ્યવાન માનું છું અને અંતર આનંદથી પુલકિત થતાં ઈશ્વરના એક મોટામાં મોટા અનુગ્રહનું મને ભાન થાય છે. અને તેથી નિરંતર પ્રસન્નતા રહે છે.
પરંતુ ઇશ્વરને અનુગ્રહ છે તો હજી આપણે ઘણું કરવાનું છે અને તેને માટે હવે તત્પર થવું જોઈએ. અને તે બનતી ત્વરાથી આગ્રહ સાથે તે કર્તવ્ય સિદ્ધ કરવા જોઈએ. અને તેને
ટે ઉત્સાહ અને અપ્રમાદની જ અગત્ય છે. તેને જેમ બને તેમ પ્રકટાવીશું, તેમ ધારેલું કાર્યો સગમપણે સિદ્ધ કરી શકીશું. માટે હરેક પ્રયત્ન તે કરવા ઉદ્યત થવું હવે તે ઉચિત છે.
ઉરય સ્થાનમાં રમણ કરવાની પણ જરૂર છે. અને તે જેમ સિદ્ધ થશે તેમ જ આપણાથી કઈ ઉપયોગી વસ્તુ કાર્યરૂપે કરી શકાશે. તેથી જેમ બને તેમ સત્વર ઉચ્ચમાં જ દ્રષ્ટિ રાખવી જોઈએ. પરમાત્માના અનુગ્રહથી એ કર્તવ્યમાં સત્વર આપણે સ્થપાઈએ એ જ આ શુભ સમયની ઈચ્છા છે...”
આમ કવિત્વસભર, આધ્યાત્મિક-સંસ્પર્શવાળા અને કેવળ પ્રેમનીતરતા આ પત્ર સાચે જ ગુજરાતી સાહિત્યમાં અનન્ય છે.
For Private and Personal Use Only