________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણ કે. પટેલ
અર્થાત “ જયાં નિશ્ચય કરવામાં વિરોધ જણાતું હોય, ત્યાં ઈચ્છાપૂર્વક પ્રયોજવામાં આવેલું જ્ઞાન, તે આહાર્યું જ્ઞાન કહેવાય. જેમકે, નટ એ રામથી ભિન્ન છે, તેવું જાણવા છતાં નટને વિશે "આ રામ છે” એમ કહેવું, તે ઈચ્છાજન્ય જ્ઞાન છે. તેવું જ્ઞાન તે આહાર્ય જ્ઞાન કહેવાય છે. ” “ સંકેત' ટીકામાં સેમેશ્વરે પણ ચિત્રતુગપ્રતીતિને આહાર્વપ્રતીતિ તરીકે ઓળખાવી છે.
(૪) “કાવ્યપ્રકાશદર્પણ'ના રચયિતા વિશ્વનાથ કહે છે–
“ यथा बालानां चित्रतुरगे वस्तुपरिच्छेदशून्या तुरगोऽयमिति बुद्धिर्भवति, तथा रामोऽयमिति प्रतिपत्त्या झानेन ग्राहये नटे, अभिनेतरि इति । "१२
અર્થાત, “જેમકે વસ્તુને ભેદ ન સમજનાર બાળકોને ચિત્રમાં તુરગ જોઇને “ આ તુરગ છે' એવી બંદ્ધ થાય છે, તે જ પ્રમાણે પ્રેક્ષકોને નટમાં, “આ રામ છે” એવા જ્ઞાનની પ્રતીતિ
થાય છે.”
શ્રી વિશ્વનાથે આપેલી સ્પષ્ટતા પરથી કેટલાક હિન્દી વિવેચકો એમ કહેવા પ્રેરાયા છે કે ચિવતુરગની કલ્પના હાસ્યાસ્પદ છે અને તે બાળકોને સમજાવી શકાય, જ્ઞાની સહદય ભાવકને નહિ. આધુનિક વિવેચકે –
(૧) શ્રી નગીનદાસ પારેખ જણાવે છે કે, શંકુ એક વાત કહી નાખી નાટયપ્રતીત બીજી લૌકિક પ્રતીતિ કરતાં જુદી છે. એ પ્રતીતિ ચિત્રતુરંગની પ્રતીતિ જેવી છે. એમાં એક પ્રકારની સરછાકૃત આત્મવંચના અને willing Suspension of disbelief છે.૧૩
શ્રી રસિકલાલ પરીખ આ મંતવ્યનું પરીક્ષણ કરતાં જણાવે છે કે, “આ ચિત્રતુરગન્યાયને આત્મવંચના ભલેને વેચ્છાએ કરેલી-કહેવી ઠીક છે ? જ્યાં Disbelief ને સ્થાન જ નથી, ત્યાં suspension કેવું? કલાનુભવને કહેવા માટે આ ચિત્રદુરગન્યાય શંકુકે વાપર્યો છે. આપણે ઉમેરી શકીએ, કે શ્રી નગીનદાસ પારેખે કેલરિજના નાટયના આનંદને વર્ણવતા શબ્દ
willing suspension of disbelief શંકુકના સંદર્ભમાં ટાંકયા છે, તે ચિત્રતુરગ-ન્યાય સાથે વિસંવાદી છે. કારણ કે અહીં થતી પ્રતીતિ એ મિથ્યા પ્રતીતિ નથી, તે પૂર્વે જોઈ ગયા. શ્રી નગીનદાસ જેવા સાક્ષર ચિત્રતુરગની વિલક્ષણતાને સ્વીકાર કર્યા પછીયે Disbelief જે શબ્દપ્રયોગ સૂચવે, તે નવાઈ પ્રેરક છે.
(12) Viswanātha - Kāvyaprakāśadarpana - Raju Goparanjan, Manju prakashan-Allahabad, 1979, p. 25.
(૧૩) પારેખ નગીનદાસ-અભિનવને રસવિચાર, બી. એસ. શાહની કંપની, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૨૩
(૧૪) પરીખ રસિકલાલ-એજન-ઉપોદઘાત-પૃ. ૨૩
For Private and Personal Use Only