________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
અરુણ કે. પટેલ
“ આ રામ હસે છે, રામ બોલે છે, રામ રડે છે વગેરે. આમ નાટ્યપ્રયોગ દરમ્યાન પ્રેક્ષકને નટમાં થતી રામત્વની પ્રતીતે, એ વિલક્ષણ, લેકેત્તર પ્રતીતિ છે અને તેને “ચિત્રતુરગ'ની ઉપમા વડે સમજાવી શકાય.
ચિતુરગન્યાય અને પ્રાચીન-વિવેચક :–
શંકુકને ચિત્રતુરગન્યાય પ્રાચીન તેમજ અર્વાચીન આલોચકોને માટે રસનો વિષય બન્યો છે. તેના નજીકના (૧) અનુગામી ભટ્ટ તે તેને પ્રતિભાસ તરીકે ઓળખાવ્યું છે :
"अत एव सिन्दुरादयो गवायवसन्निवेशसदृशेन सन्निवेशविशेषेणावस्थिता गौसगिति પ્રતિમાસ વિષઃ '૮
ભટ્ટ તોતે શકુકના મતનું વિવેચન કરતાં “તુરગ 'ને બદલે “” શબ્દ પ્રજીને ચિત્રતુરગને પ્રતિભાસ તરીકે વર્ણવ્યા છે. ચિત્રતુરગ એ પ્રતિભાસ છે કે કેમ, તે નિર્ણય કરતાં પહેલાં પ્રતિભાસ એટલે શું, તે સમજી લઈએ.
પ્રતિભાસ :-પ્રતિભાસ અંગે રાજશેખર જણાવે છે કે –“શાસ્ત્ર કરતાં કાવ્યની વિલક્ષણતા એ છે કે, શાસ્ત્રમાં વિશ્વના વિષયોનું યથાતથ નિરૂપણ હોય છે, જયારે કાવ્યમાં એ પદાર્થો જેવા દેખાય છે, તેનું નિરૂપણ હોય છે. આમ, શાસ્ત્રોમાં થયેલું વર્ણન “ સ્વરૂપનિબંધન' હોય છે. કાવ્યમાં થયેલું વર્ણન પ્રતિભાસ નિબંધન' હોય છે. આ પ્રતિભાસ એ ભ્રમ નથી, પરંતુ પ્રતિભાસને જ વસ્તુનું સ્વરૂપ સમજી કોઈ પ્રતિક્રિયા કરવા લાગે, તે ભ્રમની અવસ્થા થાય. ઉદા. તરીકે, છીપ, ચાંદી જેવી ચળકતી દેખાય, તે કેવળ પ્રતિભાસ છે. પરંતુ તેને ચાંદી સમજીને તેને લઈ લેવા માટે પ્રયત્ન, તે ભમ. આમ, પ્રતિભાસ એ એક પ્રતીતિ છે, અને પ્રતીતિની દષ્ટિએ તેમાં સત્ય છે. ભટ્ટ તોતને અનુસરીને આધુનિક હિન્દી વિવેચકે “ચિત્રતુરગન્યાય અને પ્રતિભાસ તરીકે ઓળખાવે છે. કેટલાક વિવેચકો “ અવભાસ’ શબ્દ પ્રયુક્ત કરે છે. પ્રતિભાસ અંગેનું રાજશેખરનું વિવરણ જોતાં એમ લાગે છે કે પ્રતિભાસ નિબંધનમાં કવિની કલ્પના કારણભત હોય છે. ચિત્રકળામાં પણ ચિત્રકારની કલ્પના હોય છે. આમ છતાં, ચિત્રને આપણે પ્રતિભાસ કહી શકીએ નહિ. બંને વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે, ચિત્રકાર પિતાની કલ્પના અનુસાર ચિત્રો આલેખે છે. પરંતુ તેમાં કલ્પનાને સ્વૈરવિહાર નથી હોતો. ઘેડો કેવો હોય તેની તે કલ્પના કરે છે અને તેનું યથાતથ નિરૂપણ કરવા પ્રયત્ન કરે છે. વાસ્તવની તદ્દન નજીક આવવા તે પ્રયત્ન કરે છે. આમ, ચિત્રકારના નિરૂપણું પાછળ અનુકરણના યથાર્થ પ્રયત્ન છે. પ્રતિભાસ એ તે આભાસ
(8) Bhatta Tauta-Bharatas Natyas'astra, Vol. I, G.O.S. Vol. 36, p. 276 જુએ : હેમચંદ્રરચિત કાવ્યાનુશાસન (સં, આર. સી. પરીખ) અ. ૨, પૃ. ૯૩-૯૬,
(૯) રાજશેખર-કાવ્યમીમાંસા-સં. રય ગંગાસાગર, ચૌખંબા વિદ્યાભવન, વારાણસી, ૧૯૮૨, ૫. ૧૦૦
For Private and Personal Use Only