________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
અરુણા કે. પટેલ
અનુભતિને આપણે કેવા શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ. તે વર્ણવતાં તે જણાવે છે કે –ચિત્રમાં અશ્વને આપણે કહીએ છીએ કે “ આ અશ્વ છે'. ચિત્રમાં આપણને થતી અશ્વત્વની પ્રતીતિ એ સમ્યફ, મિથ્યા, સંશય અને સાદશ્ય-એ ચારેય પ્રતીતિથી વિલક્ષણ એવી પ્રતીતિ છે. તે અવર્ણનીય પ્રતીતિ છે. શંકુકના શબ્દોમાં –
"न चात्र नर्तक एव सुखीति प्रतिपत्तिः, नाप्ययमेव राम इति, न चाप्ययं न सुखीति, नापि रामः स्याद्वा न वाऽयं इति, न चापि तत्सद्रश इनि । किन्तु सम्यमिथ्यासंशयसादृश्यप्रतीतिभ्यो विलक्षणा चित्रतुरगादिन्यायेन यः सुखी रामः असावयं इति प्रतीतिः अस्तीति । તલાટ્ટ
प्रतिभाति न सन्देहो न तत्त्व न विपर्ययः धीरसावयमीत्यस्ति नासावेवायमित्यपि । विरुद्धबुद्धिसंभेदादविवेचितसंप्लका - युक्त्या पर्यनुयुज्यत स्फुरन्ननुभवः कया ॥ इति ॥६
राम एवायम् अयमेव राम इति, न रामोऽयमित्योत्तरकालिके बाधे रामोऽयमिति, रामः स्याद्वा न वाऽयमिति रामसदृशोऽयमिति च सम्यमिथ्यासंशयसादृश्यप्रतीतिभ्यो વિસાવા વિત્રતાનrfજાન રામોડમિતિ પ્રતિયા જાયે --~
શંકુકનું કહેવું છે કે, ચિત્રકારે આબેહૂબ ઘેડાનું ચિત્ર દેવું હોય, ત્યારે આપણે તે જોઈને આનંદ અનુભવીએ છીએ અને ચિત્રકારની કલાની પ્રશંસા કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કલાના વિશ્વમાં થયેલી આ અનુકતિ છે અને તેથી જ ચિત્રમાં અશ્વને જોઈને આપણે એવું નથી કહેતા કે, “આ તે જ અશ્વ છે, જેને આપણે દૈનિક વ્યવહારમાં હણહણતા, ઘાસ ખાતા, દોડતા અશ્વરૂપે જોઈએ છીએ.” આમ, ચિત્રમાં પ્રતીત થતું અશ્વત્વ એ સમ્યફ જ્ઞાન નથી. વળી, ચિત્રમાં અશ્વને જોઈને આપણે એવું પણ નથી કહેતા કે, “ આ અશ્વ નથી, જેને આપણે રસ્તા પર દોડતે જોઈએ છીએ.” આમ, ચિત્રમાં થતી અશ્વત્વની પ્રતીતિ, તે મિશ્યાજ્ઞાન નથી. વળી, ચિત્રમાં અવને જોઈને આપણે એ પ્રશ્ન નથી કરતા, કે “ શું આ અશ્વ હશે કે અન્ય કંઈ? “ આમ, ચિત્રમાં અશ્વનું થતું જ્ઞાન, તે દ્વિધાજન્ય સંશયજ્ઞાન નથી. વળી, અશ્વના ચિત્રને જોઈન, “ આ અશ્વને મળતું કંઈક છે” તેવું વિધાન આપણે કરતા નથી. તેથી તે સારશ્યપ્રતીતિ પણ નથી આમ, ચિત્રમાં અશ્વત્વની પતીત એ વ્યવહારજગતની સમ્યફ, મિથ્યા, સંશય અને સાદશ્ય–એ ચારેય પ્રતીતિથી ભિન્ન સ્વતંત્ર, લેકોત્તર પ્રતીતિ છે અને તે આનંદપ્રદ પ્રતીત છે. તે જ પ્રકારે નાટ્યપ્રયોગમાં થતી રામત્વની પ્રતીતિ પણ સમ્યફ. મિશ્યા, સંશય અને સાદૃશ્ય-એ ચારેય પ્રતીતિથી વિલક્ષણ પ્રતીતિ છે. નાટ્યમાં થતી રામત્વની પ્રતીતિનું
(6) Ibid-P. 273 (7) Bhatta Mammata-Kāvyaprakās'a
Ed. R. D. Karmarker, Bh. O. Poona-1965, p. 88
For Private and Personal Use Only