Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 127
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ મથુર રહી શકતો નથી. મણિ સાથે હાથજડ થતાં જ તેના સ્વત્વ ( selfhood)નું મૃત્યુ થાય છે. મથુરના સ્વ ઉપર થતા વસંતવિજયની, તેના ચેતન મન પર થતા અવચેતન મનના વિજયની આ કથા, હકીકતે death of selfનું વિષયવસ્તુ લઈને રચાયેલી છે. એમાં મથુરના નીતિસંધર્ષને નિમિત્તે કરીને લેખકે માનવમનના અગમ્ય કાઠાની અને એમાં ઊઠતાં અકળ શમણાંની વાત, દાર્શનિકતાને અણસાર સુદ્ધાં ન આવે એવી સહજ રીતે કરી લીધી છે. આત્મસભાનતાનું વિષયવસ્તુ લઈને બે લઘુનવલ રચાઈ છે. બંને આ વિષયવસ્તુની માવજત આગવી રીતે કરે છે. એમાંની પહેલી ભગવતીકુમાર શર્માની “ સમયદ્વીપ’માં સૂરા જેવા તદ્દન નાનકડા ગામડાના મહાદેવ મંદિરના પૂજારીનો પુત્ર નીલકંઠ ગામડું છેડી મુંબઈ જેવા મહાનગરમાં કોઈ વિજ્ઞાપનસંસ્થામાં કરી લે છે. આવી કરી અને નગરનિવાસને કારણે તેના તરુણ વયના કેટલાય પુરાણા અને જર્જરિત ખ્યાલ, વિશ્વાસે, શ્રદ્ધાઓમાંથી તે બહાર આવે છે. બુદ્ધિવાદ, ભૌતિકવાદ, વ્યક્તિવાદને રંગ તેને લાગતો જાય છે. બ્રાહ્મણ યુવતી સાથે તે લવમેરેજ કરી લે છે. આવું લગ્ન પુરાણુ માનસ ધરાવતા કુટુંબીઓ સહી નહીં શકે એવું માની કેટલાંક વર્ષ સુધી તે વતનમાં એ સ્વજને પાસે જતો નથી, પરંતુ પછી પત્ની સાથે ગયે ત્યારે કુંટુંબીઓ દ્વારા પત્ની નીરાની થતી ઉપેક્ષા, તેના સ્નાન ન કરવાના અને રજસ્વલા હોવા પ્તાં રસેડામાં , વાના આચારદોષથી કુટુંબમાં થતા ખળભળાટ, આ બધાં સામે તીવ્ર પ્રતિક્રિયારૂપે આવત નીરાને ગૃહત્યાગ અને પતિત્યાગ એ કથાના વિષયવસ્તુની દાર્શનિકતા માટે ભય રચી આપે છે. ઉપલક નજરે છિન્ન થતાં દાંપત્યજીવનને કારણે એકલતામાં સેરાતા. વ્યતીતાનુરણમાં રાચતા અને વિવાદ અનુભવતા મનુષ્યની આ કથા લાગે. પરંતુ એ તે સપાટી ઉપરની વાત છે. એને નિમિત્ત કરી લેખક એથી ગહનગંભીર મુદ્દાને લક્ષ કરવા માગે છે. નીલકંઠની સમસ્યાના મૂળમાં મૂલ્યવિષયક કટોકટી છે. તે ઊગીને ઊભો થયો છે. ગામડામાં અને સ્થિર થયે છે મહાનગરમાં. બેઉ જગ્યાએ જીવનપદ્ધતિ અને જીવનમૂલ્યો અલગ અલગ છે. ગામ અને મહાનગર બંને સમયદ્વીપ જેવાં છે. બેઉ જગ્યાએ સમય જાણે કે થીજી ગયેલું છે. ગામડામાં જડતાને કારણે સ્થગિતતા છે, મહાનગરમાં અતિવેગને કારણે અનુભવાતી મતિહીનતા છે. પત્ની તે મહાનગરનું સંતાન હતી એટલે એને માટે એટલી મૂળભૂત સમસ્યા ન હતી, જેટલી ઉભય સાથે અનુસંધિત હેવાને કારણે નીલકંઠની છે. જે ધરતીની ધૂળમાંથી તે ઊગીને ઊભે થયે છે તેના મૂલ્યસંસ્કારે તેના લેહીમાંથી જતા નથી અને જયાં કદરનિમિતે એ વસ્યા છે એ મહાનગરે બહારથી એને ધણે બદલે છે. છતાં નગરસંસ્કૃતિના આધુનિક મૂલ્યસંસ્કારે પૂર્ણ પણે એ અપનાવી શકતા નથી. જેના મૂયસંસ્કારોને ન તે પુરા છોડી શકતા કે ન તો વળગી રહી શકતા, નવા મુલ્યસંસ્કારને પૂરા અપનાવી ન શકતા ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં મૂકાયેલા માણસના ઇંધીભાવની આ વાત છે. તેના વડે હકીકતે લેખકે તેને આત્મ પ્રત્યે સભાન થવા ઉમુખ કર્યો છે. તે કોણ છે ? કયાં ઊભે છે ? શા માટે રહેંસાઈ રહયે છે? એ પ્રશ્નો વિશે વિચારી આત્મસભાનતા સુધી નાયકને પહોંચાડે છે. બે અંતિમો વચ્ચે ફસાતા રસાતા વિષાદને આરે આવી ઊભા રહેવાને અનુભવ તેના નાયકને સંપડાવીને લેખકે ખરેખર તો તેને તેની નિજની સભાનતા તરફ અભિમુખ કર્યો છે. તેથી, દ્વિધાના દીપ પર ઊભેલા સંક્રાન્તિકાળના આ સંતાનની કથા તત્વત : આત્મસભાનતાની કથા બની રહે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191