________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યવિરુદ્ધના આપી અને તેમનું ખંડન
રમેશ બેટાઈ*
" કાવ્યમીમાંસા ના છઠ્ઠા અધ્યાયમાં પદવાવિવેકમાં રાજશેખર વાયના દસ પ્રકારો આપે છે. આ તમામનાં નામ સ્પષ્ટ જ છે તેથી તેમની વ્યાખ્યા કરવી એ કર્તાને જરૂરી લાગ્યું નથી. ઉદાહરણે તમામ કાવ્યનાં છે, તેથી વાકયેના દસ પ્રકાર કાવ્યદૃષ્ટિએ પાડેલા છે તે તાકિક રીતે સમજાય તેવી બાબત છે. આમ કાવ્યદયા વાક્યના એટલે કવિઓએ પ્રયોજેલાં વાકાના દસ પ્રકારો પાડયા પછી રાજશેખર કાવ્યવિરુદ્ધ ત્રણ આરોપ ઉરલેખે છે અને તે ત્રણેયનું ખંડન કરે છે. આ પહેલાં તેણે “ગુણયુક્ત અને અલંકારયુક્ત વાકય એ જ કાવ્ય” એવી પિતાની નવીનતા વિનાની, કોઈ જદી વિશેષ ભાત ન પાડનારી અને પરંપરાગત વ્યાખ્યા આપી છે અને તે પછી કાવ્ય સામેના ત્રણ આરોપ સોદાહરણ આપીને તેમનું ખંડન કર્યું છે. આરોપ આ પ્રમાણે છે. ૧ કાવ્ય અસત્ય અર્થોને બોધ કરે છે. ૨ કાવ્ય અસત માર્ગો અને બાબતને બોધ કરે છે. ૩ કાવ્ય અસભ્ય અર્થોને બંધ કરે છે.
આ ત્રણ કારણોસર કાવ્ય ત્યાજ્ય છે, વાંચવાપાત્ર કે ઉપદેશયોગ્ય નથી. વામન આ ત્રણ આરોપ રજૂ કરીને તેમનું ખંડન નીચે પ્રમાણે કરે છે.
૧ કાવ્ય અસત્ય અર્થને નિર્દેશ કરે છે તેથી વાંચવા કે ઉપદેશવા પાત્ર નથી.
વાસ્તવિક જીવનનાં વાણી તથા વ્યવહાર કરતાં એ જ વાણી પ્રયોજવા છતાં કાવ્ય જદું પડે છે, વિલક્ષણ જણાય છે. એક વિદ્વાન વિવેચક કહે છે કે “કાવ્યું તુ જાયતે જાતુ કર્યાચિત પ્રતિભાવત :” અને વળી “અગ્નિપુરાણ” તેમજ “ વન્યાલેકમાં મળતું વિધાન છે કે –
અપારે કાવ્યસંસારે કવિવેક, પ્રજાપતિઃ ! યથાસૈ રોચતે વિશ્વ તૌવ પરિવર્તતે !! બંગારી એન્કવિઃ કાવ્યે જાતે રસમયે જગત !
સ એવ વીતરાગત નીરસં સર્વમેવ તત્ ! !
સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગષ્ટ ૧૯૯૦, પૃ. ૨૮૧-૨૮૮.
* એલ. ડી. ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડેલોજી, અમદાવાદ.
1 Dalal C. D. and R. Anantakrishna Shastry (Editors ) "Kāvyamimaṁsā ", Gaekwad's Oriental Series Vol. 1 Baroda, 1916.
૨ “ વન્યાલક” ૩. ૪૨ પરની વૃત્તિ.
Anandavardhana's Dhvanyaloka, K. Krishnamoorthy, Karnatak University, Dharwad, 1973, P. 250
For Private and Personal Use Only