________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ્ય શ્રી પંડિતરન આચાર્ય દેવ શ્રી ભાતૃચંદજી મહારાજના સુશિષ્ય પૂ. ચતુરલાલજી તપવીજી મહારાજશ્રીન સંથારા પ્રસંગે જૈનેતર ભાઈઓને પણ જૈન ધર્મની ફિલસુફી સરળતા અને શ્રધ્ધાથી સમજાવતા શ્રી રતિભાઈને જેઓએ સાંભળ્યા છે તેઓને તે આશ્ચર્ય થયા વિના નહીં રહે કે-મુંબઈ જેવા શહેરમાં બેરિસ્ટર અને વિદેશી ભણતર વચ્ચે ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરેલ વ્યક્તિ આવી સુજ કેવી રીતે કેળવી શકયા હશે? પરંતુ શ્રી રતિભાઈની આ વિશિષ્ટતા હતી. તેમણે ઉચ્ચ માનવતા વાદમાં જ પિતાનું ગૌરવ જોયું. તેમણે તે પ્રસંગે આપેલી સેવાઓ વિશેષ ધ્યાન માગી લે છે.
ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરવા છતાં વિનમ્રતા અને વિનય તેમણે જીવનમાં વણી લીધા હતા. તેમના સન્માનમાં ભેજાએલ એક સભામાં તેમણે કહેલ ઉદગારે તેમના આદર્શો અને સિદ્ધાંતને પરિચય આપી જાય છે. -
સત્તા અને વૈભવની પ્રભુતા તે ક્ષણિક પ્રસંગો છે. તેમાં રાચીને ખુશી થવાનું નથી. આવા પ્રસંગે જીવનમાં મળે તેમાં ડૂબી ન જતાં તેમાંથી માનવતાને પાઠ કાઢી પિતાની જાતને યથાર્થ કરવી જોઈએ. આવી હતી તેમની જીવન દૃષ્ટિ. તેમનું જીવન
આ વિચારને અનુરૂપ હતું. સમગ્ર રીતે જોતાં તેઓએ એક સાચા માનવી તરીકે જીવી જાણ્યું અને યથાર્થ રીતે તેમણે જીવન સફળ કર્યું.
શ્રી લીલાવતી બહેને તેમની છેવટની માંદગી જાણ્યા છતાં હિંમત રાખી સતત સેવા કરીને ભારતીય આદર્શ નારિત્વનું વ્યક્તિત્વ દીપાવ્યું છે.
આવી પ્રતિભા સંપન્ન અને કર્તવ્યનિષ્ઠ વ્યકિતનું મૃત્યુ એ ખરેખર મૃત્યુ હતું નથી પણ મૃત્યુજ નામશેષ થઈ જાય છે.
For Private And Personal Use Only