________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાની જાતને ભેગ આપી સહાય કરવા તેઓ સદા તત્પર રહેતા હતા. જેમ વૃક્ષને ફળ આવતા વૃક્ષ વધુ નમ્ર બની ગૂંકી પડે છે, બીજાને ફળ લેવા સુલભ બને છે, તેમ ચરિત્ર નાયક શ્રી રતિભાઈને પણ જેમ જેમ ઉચ્ચસ્થાન પ્રાપ્ત થતા ગયા તેમ તેમ તેઓશ્રી વધુ ધીરેદાર, સેવાભાવી બની સમાજને ઉપયોગી કાર્યોમાં પિતાનાથી બનતું કરવા હરહંમેશા પ્રવૃત્તિશીલ રહેતા હતા.
પાલણપુરના શ્રી ધર્મશ્રદ્ધાવાન રત્નસમા શ્રી રતિભાઈનું લગ્ન સંસ્કારી માતા પિતાના સુસંસ્કાર પ્રાપ્ત કરેલ લીલાવતી બહેન સાથે થયા હતાં. લીલાવતી બહેન બાલ્યકાળથી ધર્મપરાયણ છે. તેઓ સામાયિક પ્રતિક્રમણ, પર્વતિથિને પિષધ કર વિગેરે ધાર્મિક કાર્યોમાં સદા સાવધ રહેતાં. ઉપરાંત દીન, દુઃખી ને શાતા ઉપજાવવામાં તથા સાધર્મિક પ્રેમ વિશેષ રીતે દીપી ઉઠે છે. આ રીતે તેમનામાં ઘણી ઉંચા પ્રકારની ધર્મભાવનાઓ વાસ કરેલ છે.
લીલાવતી બહેનમાં કૌટુંબીક નેહ પણ વિશેષ રીતે ખલેલ છે. ધર્મકાર્યથી પિતાનું જીવન સફળ કરી સુશ્રાવિકા બની રહેલ છે. વ્રત અને નિયમથી શ્રાવિકા પદનું આરાધન કરાય છે. તે નિયમ પ્રમાણે તેઓ તેમાં સદા પ્રવૃત્તિશીલ રહ્યા છે. શ્રી રતિભાઈના વિચાર અને આદર્શોને અનુકૂળ રહી, સુસંગત કાર્યોમાં લીલાબહેન સાથ આપતા.
જૈન ધર્મના સિદ્ધાંતમાં શ્રી રતિભાઈને અવિચળ શ્રદ્ધા હતી. તેઓશ્રી ધર્મના અગ્રગણ્ય મુનિ મહારાજે અને મહાસતિજીઓના ચારિત્ર તથા જીવનમાંથી વારંવાર પ્રેરણ મેળવતા હતા. વિશાળ અને વ્યાપક જૈનધર્મ તેમને જીવન દીપ હતે. (દરીયાપુરી સંપ્રદાય) ૫. તારાબાઈ મહાસતિજી તેમના સાંસારિક બહેન) તથા પૂ. શ્રી. વસુમતીબાઈ મહાસતિજી તેમના સાંસારિક સાળી) વિગેરેનું જીવન હંમેશા તેમની નજર સમક્ષ રહેલું તેમના પવિત્ર જીવનમાંથી તેઓ હંમેશાં અખૂટ ધર્મશ્રદ્ધા અને પ્રેરણા મેળવતા. અમદાવાદમાં આવ્યા બાદ જૈનધર્મદિવાકર, શાસ્ત્રોદ્ધારક, પરમપૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલ મ. સા. ના સમાગમમાં અવારનવાર આવતા અને કલાક સુધી બેસી ધર્મબળ મેળવતા. તેમના ધર્મપત્ની લીલાબહેન પણ વખતેવખત પૂજ્ય મ. સા. ને અચૂક પ્રયત્ન કરી રહ્યા છે. ધાર્મિક સંસ્કારની સુવાસ શ્રી રતિભાઈના સર્વ કુટુંબીજનેમાં આજે પણ મઘમઘી રહેલ છે.
શ્રી રતિભાઈ વિદ્વાન હતાં છતાં તેમની વિદ્વત્તા બીજાને આંજી નાખવા માટે ન હતી પરંતુ તે અન્યને સહાયભૂત થવા કંઈક જાણવા મેળવવા માટે હતી ગમે તેવા કુટ પ્રશ્નને સાદી સમજદારીથી સમજાવવાની તેમની અંતર સૂજ હતી.
For Private And Personal Use Only