Book Title: Streeone Sandesh Author(s): Devkibai Mulji Vaid Publisher: Devkibai Mulji Vaid View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. યશસ્વી લેખકો તથા વક્તાઓના લેખ અને વ્યાખ્યાનના સંગ્રહરૂપ આ ગ્રન્થની પ્રસ્તાવના લખવાનું મને કહેવામાં આવે એ કહેનાર સજજનની સ્નેહવૃત્તિનું વિલસિત જ હું સમજું છું. મારા માનનીયવર્ગમાં તથા બંધુવર્ગમાં ગણાતી પુણ્ય વ્યક્તિએને સમાગમ એ નિમિત્તે મને થતો હેવાથી હર્ષની લાગણીથી મારું અંતર પરવશ થાય છે. આ સુંદર પુસ્તક ગુજરાતી સાહિત્યમાં એક અતિમનનીય સગ્રંથને ઉમેરે કરે છે. સદ્ગત દિ. બ. અંબાલાલભાઈને ટુંકે પણ સંગીન લેખ શાણપણથી તથા સાત્વિક આવેશથી ભરેલ છે. સ્ત્રીના સંસારિણીધર્મનું સચેટ દિગ્દર્શન કરાવનાર છે. ન્હાનાલાલ કવિના લેખની રમણીયતા અંતરમાંથી સહજમાં ભૂંસાય એવી નથી. ઉંડા આધ્યાત્મિક સંસ્કારથી પરિષ્કૃત રા. મૂળજી વેદને આત્મા સ્ત્રીને પરમ વંદનીય આદિ શક્તિરૂપે સ્તવીને જ પ્રસન્નતા માને છે. રા. ઉત્તમલાલ ત્રિવેદી પિતાની વિદ્વત્તાને અનુરૂપ શાસ્ત્રાર્થ કરી સ્ત્રી પ્રતિષ્ઠા સંબંધી પ્રચલિત કેટલેક વિધિ સમાવે છે, સ્ત્રીઓની અનેક દેશી ઉન્નતિ જેવાને ઉત્સુક છે, અને પુરૂષના કેટલાક અપરાધને અર્ચનીય ઉદારતાથી સ્વીકાર કરે છે. રા. બ. હરગોવિંદદાસની વ્યવહાર નિપુણતા સ્ત્રીઓને આરોગ્ય, સામર્થ્ય અને શોર્યની જરૂર સંબંધી એમણે ખાસ ભાર મૂકી કરેલા ઉપદેશથી તરી આવે છે. રા. હિમ્મતલાલ અંજારિયાની મતિપ્રભા સ્ત્રી પુરૂષ ઉભયને હકની ભાવના કરતાં ધર્મની ભાવવાની ઉત્કૃષ્ટતાનું ભાન કરાવી ઓરડી સાફ કરવાથી માંડી શિક્ષણાદિ સેવાના સન્માર્ગ સુધી સ્ત્રીકર્તવ્યમાં વિવિધ ક્ષેત્ર ઉપર સુંદર પ્રકાશ પાડે છે. સ્ત્રી સાહિત્યની સમર્થ સમાલોચના કરતો છે. કાંતિલાલને પ્રોઢ લેખ સ્ત્રીઓએ આજસુધી કરેલા For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 170