________________
- ૧૨
આ અરસામાં શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખુ) પણ આ પાઠશાળામાં જોડાયા. બન્ને પિતરાઈ ભાઈઓએ સાથે રહીને અભ્યાસ કર્યો. તેઓ કુટુંબી ભાઈ હતા એટલું જ નહિ, પણ શ્રી રતિભાઈના પિતાશ્રીના સ્વર્ગવાસ બાદ શ્રી વીરચંદભાઈના વાલીપણા નીચે સૌનો સારો ઉછેરે થયો. તે બનેને ગાઢ આત્મીયભાવ છેવટ સુધી રહ્યો હતો.
બેઅઢી વર્ષ સુધી પાઠશાળાને બનારસ અને આગ્રામાં ચાલુ રાખ્યા પછી આખરે વિ. સં. ૧૯૮૦-૮૧ના અરસામાં શિવપુરીમાં પૂ. આચાર્યશ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજના સમાધિમંદિરની સાથેનાં મકાનમાં આ પાઠશાળા સ્થિર થઈ. અહીં શ્રી રતિભાઈને સ્થિરતાપૂર્વક અભ્યાસ કરવાની તક મળી
આ સમયગાળામાં શ્રી રતિભાઈને ધર્મપરાયણ પિતાશ્રી શ્રી દીપચંદભાઈએ શેઠ નગીનદાસ કરમ. ચંદના છરી પાળતા સંધમાં ભદ્રેશ્વર તીર્થની યાત્રા કરી, શેષજીવન ધર્મધ્યાનમાં ગાળવાનું નકકી કરી, પં. શ્રી ખાંતિવિજયજી અનુગાચાર્ય પાસે મુનિશ્રી દીપવિજયના નામે દીક્ષા અંગીકાર કરી. અને શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીના સંધમાં શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા. ત્યાં સ્થિરતા કરી અને વિ. સં. ૧૯૮૫ ને ફાગણ સુદિ બીજના રોજ કાળધર્મ પામ્યા.
શિવપુરીની પાઠશાળામાં શ્રી રતિભાઈએ અભ્યાસની આરાધના ખૂબ ખંતપૂર્વક કરી. અહીં તેઓ નિયમિત સ્વાધ્યાય, ચિંતન, મનન કરતા. અહીં સતત પરિશ્રમ કરીને તેઓશ્રીએ ઈ. સ. ૧૯૨૮માં કલકત્તા સંસ્કત એસોસિએશનની “ન્યાયતીર્થ 'ની પદવી સંપાદન કરી. શિવપુરી પાઠશાળા તરફથી આવી પદવી મેળવનાર તેઓ પ્રથમ વિદ્યાર્થી હોવાથી પાઠશાળાએ એમને “તાકિ શિરોમણિ'ની પદવી આપવાનું નક્કી કર્યું. પણ શ્રી રતિભાઈને આવી પદવી માટેની પાત્રતા પૂર્ણ રૂપે ન લાગતાં તેઓ આદ્રભાવે ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિદ્યાવિજયજી પાસે જઈ રડી પડ્યા અને આ પદવી સ્વીકારવાની ના પાડી ! પાઠશાળા પિતાને આનંદ સમાવી શકે તેમ ન હોવાથી છેવટે પાઠશાળાએ શ્રી રતિભાઈને “તકભૂષણ'ની પદવી આપી હતી.
આ સફળતા શ્રી રતિભાઈની જ્ઞાનસાધના અને સાધકજીવનના યાત્રાપંથને ચઢાણને પ્રારંભ ગણાય.
આ પછી તે મૅટ્રિકની પરીક્ષા માટે શ્રી રતિભાઈએ Work is worship એ પિતાના જીવનસૂત્રને અભિવ્યક્ત કરતા અવિરત પુરુષાર્થ આદર્યો. આ સમયે મેટ્રિકના અભ્યાસક્રમમાં ભૂમિતિ, વિશ્વને ઈતિહાસ, ભૂગોળ જેવા વિષયો શીખવવામાં આવતા, જેને શ્રી રતિભાઈને પાઠશાળાના અભ્યાસ દરમિયાન પરિચય નહોતે આમ છતાં સખત મહેનત કરી ઈ. સ. ૧૯૩૦માં મૅટ્રિકની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. એ જ વર્ષમાં વિ. સં. ૧૯૮૬ના વૈશાખ સુદિ ૧૧ ના દિવસે ટીકર પરમાર ગામે શ્રી મૃગાવતીબેન સાથે એમનાં લગ્ન થયાં.
એ પછી તા. ૧–૧૨–૧૯૩૦ના રોજ શ્રી વિજયધર્મલક્ષમી જ્ઞાનમંદિરમાં એના કયુરેટર તરીકે પ્રથમ નોકરી સ્વીકારી. ત્યાં તેઓને પૂજ્ય શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટી મહારાજને પરિચય થયે. લગભગ અઢી વર્ષ સુધી ત્યાં નોકરી કર્યા પછી એમને સરકત સાથે એમ. એ. ની ડિગ્રી મેળવવાની ભાવના થઈ એટલે આગ્રા છેડીને ૨૬ વર્ષની ઉંમરે અમદાવાદની ગુજરાત કોલેજમાં “પ્રિવિયસ” વર્ગમાં પ્રવેશ મેળવ્ય; પરંતુ એમના પ્રયત્નમાં સફળતા ન મળી. વળી આર્થિક સંજોગોએ સાથ ન આપે, અને મહત્ત્વાકાંક્ષા મનમાં જ રહી ગઈ.
વિ. સં. ૧૯૯૧માં “સુભાષિત પદ્યરત્નાકાર'ના મુદ્રણકાર્ય અંગે ભાવનગર જવાનું થયું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org