________________ 10. સંત તુકારામ ચેપડા તપાસીને બધી મૂડી પહેલી જાણી લીધી. પિતાએ ઉપદેશ આપ્યો કે, “જાતે લેવડદેવડ કરવી અને નફાનુકસાનનું ધ્યાન રાખવાથી જ છેવટે આપણું હિત થાય છે.” પોતે એનું બરોબર પાલન કરશે એવી તકોબાએ ખાતરી પણ આપી દીધી ! તુકોબા આવું બોલી તો ગયા, પણ તેમના અંતરાત્માને તો “સંસારમાં જે કંઈ લાભ છે તે શ્રીહરિ છે અને અશાશ્વત એવા ધનસંચય નુકસાન છે. આ લાભ-નુકસાન ધ્યાનમાં રાખીને શ્રીહરિપદરૂપી પરમ લાભ પ્રાપ્ત કરી લે” એવો ઉપદેશ કઈક અદશ્ય શક્તિએ આપી દીધો. આમ ચાર વર્ષ સંસાર સારી રીતે ચલાવીને તુકોબાએ લોકો પાસે વાહવાહ કહેવડાવી. આ ગાળામાં માબાપનું સુબ-ખાસ કરીને માતાનું સુખ-ખૂબ સારી રીતે સુકોબાને સાંપડયું છે એવું તેમના અભંગો ઉપરથી લાગે છે. ભગવાનને માતા અને પિતા બન્ને આપણે કહીએ છીએ; છતાં તેમણે ભગવાનને માટેભાગે માતૃભાવે જ ભજ્યા છે. માતપિતાના એકસરખા જ ઉપકાર હોય છે; છતાં ઋતિમાં માતાનો ઉલલેખ પહેલો છે. “માતા” એ શબ્દમાં જે માધુર્ય છે, જે જાદુ છે, જે પ્રેમભંડોળ છે તે બીજા કોઈ શબ્દમાં નથી. આમ સુખમાં કેટલાંક વર્ષો વીત્યાં, પણ ભગવાનની ઇચ્છા તુકાબાને સંસારરૂપી બંધનમાંથી મુક્ત કરીને લોકોને ઉદ્ધાર કરવાના કામમાં પરોવવાની હતી, એટલે તેમની ઉપર એક પછી એક એવાં કારમાં સંકટો નાખ્યાં અને સંસાર માટે રચાતા નેહબંધની પાળ તોડી નાખી. તુકોબા સત્તર વરસના થયા ત્યાં તે પિતાનું અવસાન થયું, અને Scanned by CamScanner