________________
આપવામાં આવ્યા છે. જેનું સંપાદન મુનિરાજ (વર્તમાનમાં ગણિવર) શ્રી પુણ્યકીર્તિવિજયજીએ મુનિરાજ (વર્તમાનમાં પંન્યાસ) શ્રી તપોરત્નવિજયજીનો સાથ સહકાર મેળવીને ખૂબ જ ખંતથી પાર પાડ્યું છે અને એનું સૌ પ્રથમ વાર પ્રકાશન સન્માર્ગ પ્રકાશન દ્વારા પૂ. આ શ્રી વિજય રામચન્દ્રસૂરિ સંસ્કૃત - પ્રાકૃત ગ્રંથમાળાના બીજા ગ્રંથ તરીકે થયું હતું.
આ સિવાય બીજી વૃત્તિઓ હોવાની પણ સંભાવના છે. આ ગ્રંથના ત્રણેય વૃત્તિકારો પૂ.આ. શ્રી ચન્દ્રપ્રભસૂરિજી મહારાજની પરંપરામાં જ થયેલા છે.• મૂળગ્રંથમાં તથા પૂ.આ.શ્રી દેવપ્રભસૂરિજી મહારાજે રચેલ વૃત્તિવાળી મુદ્રિત પ્રતોમાં કુલ ૨૭૧ ગાથા પ્રમાણ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થાય છે. પરંતુ અત્રે પ્રકાશિત કરાતી બૃહવૃત્તિની અપને ઉપલબ્ધ થયેલ હસ્તપ્રતોમાં તથા પૂ.આ. શ્રી દેવપ્રભસૂરિજી મહારાજે રચેલ વૃત્તિની હસ્તપ્રતમાં તથા પૂ.આ. શ્રી વિમલવિજયજીગણિ મહારાજે રચેલ લઘુવૃત્તિની હસ્તપ્રતોમાં કુલ ૨૬૬ ગાથા પ્રમાણ જ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થયો છે. મૂળ ગાથાવાળી પ્રતિઓમાં તથા પૂ.આ.શ્રી દેવભદ્રસૂરિજી મહારાજે રચેલ વૃત્તિવાળી મુદ્રિત પ્રતોમાં આવતી ૨૭૧ ગાથા પૈકી નીચેનાં પાંચ ગાથાઓ
૧૩૪ “વિઠ્ઠીવંસો (સક્વંસ) વધારી...' સાધુતત્ત્વ-૨? | રર૭ સામાયં પઢમં...' તત્ત્વતત્ત્વ - ર / २२८ 'तत्तो य अहक्खायं...' तत्त्वतत्त्व- २२ । २२९ पुढवीदगअगणिमारुय...' तत्त्वतत्त्व-२३ । २३० “विगलिंदिएसु તો તો...' તત્ત્વતત્ત્વ - ૨૪" આ પાંચ ગાથાઓ અત્રે પ્રકાશિત થતી બૃહવૃત્તિની એક પણ હસ્તપ્રતમાં નથી, તેથી સ્થાન શૂન્યતાને ટાળવા માટે તથા મુદ્રિત મૂળ ગ્રંથ અને સટીક ગ્રંથના ગાથાક્રમની એકરૂપતાને જાળવી રાખવા માટે આ પ્રતિમાં પૂ.આ. શ્રી દેવભદ્રસૂરિજી મહારાજની મુદ્રિત વૃત્તિમાંથી ઉપર દશવિલ પાંચ ગાથાઓ તે જ વૃત્તિ સાથે રજૂ કરી છે અને વાચકને પણ ખ્યાલ આવે કે “વૃત્તિયુક્ત આ પાંચ ગાથાઓ પૂ.આ. શ્રી દેવભદ્રસૂરિજી મહારાજની મુદ્રિત વૃત્તિવાળી પ્રતમાંથી ઉદ્ધત કરીને મૂકી છે પણ તે પ્રસ્તુત ગ્રંથમાં નથી.' પ્રસ્તુત ગ્રંથના પત્ર ૫૪૬ તથા પત્ર ૯૨૭ ઉપર ટીપ્પણી પણ કરી છે.
પૂર્વે મૂળ ગ્રંથના પ્રકાશન સમયે તૈયાર કરેલ મૂળ શ્લોકોનો અકારાદિ ક્રમ આ સાથે ગ્રંથના અંતે મૂકવામાં આવ્યો છે.
શ્રી સમ્યક્ત પ્રકરણ ગ્રન્થની ગાથાઓની અન્ય
ગ્રન્થોની ગાથાઓ સાથે સમાનતા અને તુલના આ ગ્રંથની ૨૭મી ગાથામાં જણાવ્યું છે કે - રૂ પાડ્યું પુત્રીયરિય-રય આહાણ સંદો સો વિદગો |
આ ગ્રંથની રચના મોટે ભાગે પૂર્વાચાર્યોએ રચેલ ગાથાઓનો સંગ્રહ કરીને કરવામાં આવી છે, આથી આ ગ્રંથમાં આવતી જે જે ગાથાઓ જે જે ગ્રંથમાં મળી શકી તેની અહીં નોંધ આપી છે. આગળના બ્લેક આંકડા સમ્યક્ત પ્રકરણ (દર્શનશુદ્ધિ)ના છે અને તેની સામે એ ગાથા જે ગ્રંથમાં મળે છે, તે ગ્રંથનો નામોલ્લેખ અને નંબર સૂચવ્યો છે. અહીં સૂચવેલ ટૂંકા નામોનાં પૂરાં નામોની સંજ્ઞા સૂચિ અંતે આપી છે. આ સંકલના મૂળ ગ્રંથના સંપાદન સમયે સંપાદન સમયે કરીને તેમાં રજૂ કરી હતી. સટીક ગ્રંથના વાચકોને તુલના માટે ઉપયોગી થાય તે માટે આ સાથે અત્રે પણ રજૂ કરવામાં આવી છે. • જુઓ : જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૨ પત્ર-૪૯૫ થી ૫૦૧ તથા જૈન સાહિત્ય કા બૃહદ્ ઈતિહાસ ભાગ-૪ પત્ર-૨૦૯* ૨૧૦-૨૮૬ (અહીં કરાયેલાં કેટલાંક વિધાનો પરીક્ષણીય છે.)
૧૧