Book Title: Samru Pal Pal Survrat Nam Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 15
________________ સમર ૫૯૫૧ વ્રત નામ - નિરાંતની પ્રત્યેક ક્ષણે પોતાની અંગત સમસ્યામાં જ લગભગ ખોવાયેલા રહેતા શિવકેતુને પહેલાં તો આ વાતનો ખ્યાલ જ ન આવ્યો. તેણે માન્યું કે ઉપવન નજીક આવ્યું એટલે બટક-મિત્રો રમણે ચડવા છે, તેથી આ ચીસો પાડતા હશે. પણ બીજી જ ક્ષણે અચાનક એની નજર બટુકમિત્રો પર પડી. જોયું તો બધાના હાથમાં પથરા ને ઢેખાળા ને મોંમાથી ઉચ્ચાર નીકળતો હતો. મારો મારો. એ ચમક્યો. કાંઈક અજુગતું હોવાનો એને અણસાર આવ્યો. બટુકમિત્રો કઈ તરફ ભાગી રહ્યા છે એ જોવા જતાં તેની નજર પડી પેલા સાધુ પર. તે પામી ગયોઃ નક્કી, આ મિત્રો સાધુને મારવાના! - શિવકેતુની છઠ્ઠી સંશાનું તંત્ર તત્ક્ષણ સાબદુ થઈ ગયું. તેને થયું: “આ સાધુને મારવા કેમ દેવાય? એમણે આપણું શું બગાડ્યું છે? બિચારા શાંતિથી બેઠાબેઠા પોતાનું કામ કર્યા કરે છે, તેમને મારવાથી શું સરે? ના, ના, મારવા ન જ દેવાય! ન જ મરાય.” એણે ત્વરિત નિર્ણય લીધો. એ સાથે જ એણે, બાળકોના નાયકની અદાથી સત્તાવાહી સૂરે હાક મારી: “ઊભા રહો! કોઈએ પથરો મારવાનો નથી, ઊભા રહો! જે પણ પથ્થર મારે તેને ગુરુજીના સોગંદ છે; ધર્મના સોગંદ છે. કોઈ ન મારતા, કોઈ નહિ! તોફાને ચડેલા અટકચાળા બટકબાળકો તો આ સાંભળીને સ્તબ્ધ! દોડી રહેલા બટુકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા. બધાના ઉગામેલા હાથ અદ્ધર જ રહી ગયા. સોગંદનું ઉલ્લંઘન કરવું કોઈના ય માટે શક્ય નહોતું, તો શિવકેતુનો બોલ ઉત્થાપવાનું પણ તેમને પસંદ ન હતું. તેથી કોઈએ પથ્થરનો ઘા તો ન કર્યો, પણ બધાના ચહેરા ઉપર એક જાતનો અણગમો તો લીંપાઈ જ ગયો. જાણે અનાયાસે હાથમાં આવેલી એક મોંઘેરી તક વેડફાઈ જતી હતી! એમની આંખોનો અણગમો શિવકેતુએ વાંચ્યો. એમનાં મનમાં સળગી ઊઠેલા જૈન-દ્વેષને એણે પ્રોડ્યો. પણ એ બધાને અવગણીને એણે મિત્રોને સમજાવ્યા કે અજાણ્યાને કારણ વગર આપણે મારીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 321