Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ અમર ૫૫૧વત નામ - એકજ વાત હોયઃ પતિને ન ગમે તેનો મારે શો ખપ? ફલતઃ શિવકેતુને પિતાની કે માતાની – કોઈનીય હૂંફ ન મળતી. મળે તો ઠપકો મળે, કચકચ મળે, બે માઠાં વેણ મળે, અને વધુમાં મળે આંખોમાંથી સતત વરસતો તિરસ્કાર ! બાળક શિવકેતુને સમજાતું નહિ કે મારાં માતાપિતા આવું કેમ કરે છે? બીજાં બધા બટુકો પારકા બાળ હોવા છતાં એમને સગી જનેતા જેટલું હેત પીરસતાં મારાં માવતર મને દરેક વાતમાં શા માટે મળે છે? શા માટે ઠુકરાવે છે? શા માટે મારી સાથે. વેરોવંચો કરે છે? આ અને આવા અઢળક સવાલો તેના કુમળા માનસમાં રાતદહાડો પેદા થયા કરતા, પણ તે બધાંનો કોઈ જવાબ તેને કદી મળતો નહિ; છેવટે થાકીને તે પોતાના કામે લાગતો, કાં ઊંઘી જતો. તે કદી તેના મા-બાપને આ વિશે પૂછી ન શકતોઃ તેનું સ્વભાવગત શાણપણ અને શિક્ષણ દ્વારા કેળવેલી આમન્યા તેને આમ કરતાં રોકતાં. તે વિચારતોઃ મા-બાપ મારા પ્રત્યે ભલે ગમે તેમ વર્તે, મારે માટે તો તેઓ પૂજ્ય છે; અને તેથી મારે તો તેમના તરફ વિનયવિવેકથી જ વર્તવું જોઈએ. પણ બીજી એક વાતે તે ભારે સુખી હતો. પોતાની પ્રજ્ઞા, આવડત, ડહાપણ અને શાંત-સ્નેહાળુ સ્વભાવને કારણે તે વિદ્યાર્થી બટુકોમાં ભારે માનીતો થઈ પડેલો. સરખી ઉંમરના બટુક વર્ગનો તે વણનીમાયેલો વડો-નેતા હતો, અને તેની અદબ બધા બટુકો જાળવતા. રમવામાં કે બીજે, ગમે તેવી ગૂંચ કે કચવાટ સર્જાય, પણ તેમાં આખરી નિર્ણય તો શિવકેતુનો જ સ્વીકારાતો. શિવકેતુ કહે એટલે ખલાસ : બધાએ માની જ જવાનું, કોઈએ પણ હાના નહિ કરવાની. આમ અનપેક્ષિત દુઃખ અને સ્વોપાર્જિત સુખના હીંચકા ઉપર શિવભૂતિનું જીવન હીંચતું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 321