________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
“શ્વેત કમળ, પૂર્ણ કળશ, સ્વસ્તિક, નંદાવર્ત અને સુંદર ફૂલમાળા આ બધી જ મંગલ વસ્તુ કરતા અંતિમ કાળની આરાધના રૂપ સંથારો અધિકતર મંગળ છે”
સંસ્થારગ પયન્તો
-
વિભાગ-૧ અંતીમ આરાધના–દશ અધિકાર
(સંક્ષેપમાં) (૧) અતીચાર–આલેચના:
જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-વીર્ય એ પાંચ પ્રકારના આચારને વિશે અતિચાર આલોચના કરી હું આત્મા રૂપ ભૂમિને શુદ્ધિ કરું છું.
(૧) કાળ–વિનય વગેરે આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. તેમાં મારાથી થયેલા કોઈ પણ અતિચાર ને હું મન-વચન-કાયાથી નિંદુ છું. તે મારું પાપ નિષ્ફળ થાઓ.
(૨) નિશક્તિ વગેરે આઠ પ્રકારે દશનાચાર છે. તેમાં જે અતિચાર લાગ્યા હોય તેને મન-વચન કાયાથી હું નિદુ છું. મારું તે પાપ મિથ્યા થાઓ.
(૩) પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિ રૂપ ચારિત્રાચાર છે. તેમાં જે અતિચાર લાગ્યા હોય તેને મન-વચન-કાયાથી હું બિંદુ છું. મારું તે પાપ મિથ્યા થાઓ.
(૪) શક્તિએ કરી બાહ્ય-અભ્યતર એ બાર પ્રકારનો તપ અવશ્ય કરે જોઈએ તે તપચાર છે. આ તપાચારમાં મને જે કોઈ અતિચાર લાગ્યા હોય અથવા છતી શક્તિએ મેં તપશ્ચર્યા ન કરી હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ.
(૫) ધર્મ અનુષ્ઠાન-ક્રિયા વગેરેમાં જેટલું સામર્થ્ય હોય તેટલું વાપરવું પણ ગોપવવું નહીં તે વીર્યાચાર છે. તેમાં જે કંઈ અતિચાર લાગ્યો હોય અથવા શક્તિને ગોપવી છે તે મારા તે દોષનું ત્રિવિધે વિવિધ મિચ્છામિ દુક્કડમ્.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org