Book Title: Sadhna Sopan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 9
________________ * પ્રભુ મંદિર અને સંતકુટિર સાધના કેન્દ્રમાં પ્રવેશદ્વાર સામે જ જ્યાં પ્રભુ પાર્થ, પ્રભુ ઋષભ, પ્રભુ મહાવીરની પ્રતિમાઓ વિધિવત્ સ્થાપિત થઈ છે તેવું ભવ્ય મંદિરજી આવેલ છે. મંદિરમાં આવેલ આ ત્રણે વીતરાગ પ્રતિમાઓ અત્યંત ભાવવાહી, સૌમ્ય, શાંતિદાયક અને ભવ્ય છે. મંદિરજીની બાજુમાં જ આવેલ સંતકુટિરમાં સંસ્થાના સ્થાપક, પ્રેરણામૂર્તિ પરમ શ્રદ્ધયશ્રી આત્માનંદજી બિરાજે છે. સ્વ-પર કલ્યાણમાં અહોનિશ લાગેલા રહેતાં કરૂણામૂર્તિ પૂજ્ય સંતશ્રી આત્માનંદજી, તેમના સાધનાપ્રધાન જીવન અને વિશાળ શાસ્ત્રજ્ઞાન અને અનુભવવાણી દ્વારા અનેક સાધકોને માર્ગદર્શન પુરું પાડે છે. G° કાર્યાલય અને સ્વાગતકક્ષ સંસ્થાનું કાર્યાલય તથા સ્વાગત કક્ષ પૂજ્યશ્રી તથા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શનથી સંસ્થાના જ સહયોગી કાર્યકરો, નિષ્ઠાવાન સાધકવૃંદ અને નિયુક્ત થયેલા કર્મચારીગણના સંયુક્ત સહયોગથી ખૂબજ સુંદર-સુગમ રીતે ચાલે છે. વિનયી કાર્યકરો સંસ્થાની મુલાકાતે આવનાર દરેકે દરેક વ્યક્તિઓને તેમની જરૂરિયાત પ્રમાણેની સુવિધા તથા માર્ગદર્શન પુરું પાડે છે. @ કાયમી ભોજનશાળા એકી સાથે ૧૨૫ માણસો જમી શકે તેવી સુસજ્જિત ભોજનશાળા બારેમાસ ચાલુ રહે છે અને તેમાં કાયમી સાધકો તથા આગંતુક દર્શનાર્થીઓ માટે શુદ્ધસાત્ત્વિક ભોજનની વ્યવસ્થા છે. ગ્રુપમાં આવનાર દર્શનાર્થીઓએ કેન્દ્રને જમવારહેવા માટે આગોતરા જાણ કરવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત ૪૦૦ જેટલાં ભાઈ-બહેનો સ્વરચિભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ભોજનશાળાની બાજુમાં જ કરેલ છે. @P ગુરુકુળ નવી પેઢીના સાંસ્કારિક ઘડતરના ઉદ્દેશથી, મધ્યમવર્ગના વિદ્યાર્થીઓમાં વિદ્યાની સાથે સાથે સુસંસ્કારોનું પણ સિંચન થાય તે હેતુથી, આ સંસ્થામાં એક સુંદર ગુરુકુળ પણ નાના પાયા પર ચાલે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધે, તેઓ વધુ તેજસ્વી બને અને આ આયોજન દ્વારા સમાજને ઉચ્ચત્તર નાગરિક મળે તે માટે, સ્કોલરશીપ આદિ આપી તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરવાની અમારી ભાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90