Book Title: Sadhna Sopan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 8
________________ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન કરવું. શિષ્ટ, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનું તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર દિવ્યધ્વનિનું નિયમિતપણે પ્રકાશન કરવું. મૈં અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધન-અનુશીલન કરવું. ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવું. દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ તીર્થયાત્રાઓના આયોજન દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. સંસ્કારસિંચક-આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અભિરુચિ કેળવવી અને આશ્રમ જીવન જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. મૈં રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું અવાર-નવાર (પ્રસંગોપાત) નિઃશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્યવર્ગના લોકોની સેવા કરવી. સંસ્થાનો પરિચય વિદ્યા-ભક્તિ-આનંદધામ, લાયબ્રેરી તથા ધ્યાનકક્ષ વિદ્યા-ભક્તિ-આનંદધામ, આશરે ૬૦૦ મુમુક્ષુ ભાઈ-બહેનો એકી સાથે ભક્તિસ્વાધ્યાયનો લાભ લઈ શકે તેવો અતિ આધુનિક સુવિધાસભર હોલ છે; જેમાં વિવિધ પર્વોના પુનિત દિવસોમાં અનેક પ્રસિદ્ધ સ્વાધ્યાયકારો ભક્ત-શ્રોતાજનોને પોતાની વાણીનો લાભ આપે છે. અર્વાચીન સ્થાપત્યના નમૂનારૂપ આ સત્સંગ ધામમાં ત્રણ ગુરુદેવોનાં સૌમ્ય, શાંત, ભાવવાહી ચિત્રપટોની સ્થાપનાથી આ હોલની ભવ્યતામાં જાણે કે ઓર ઉમેરો થાય છે. હોલની નીચેના ભાગમાં લગભગ ૧૫,૦૦૦ ઉપરાંત ગ્રંથોવાળું સમૃદ્ધ ગ્રંથાલય (લાયબ્રેરી) છે તથા ત્યાં જ વ્યક્તિગત અને સામૂહિક ધ્યાનની સાધના અર્થે ભાઈઓ તથા બહેનો માટેનાં અલગ-અલગ ધ્યાનકક્ષોની વ્યવસ્થા છે. આવાસની સુવિધા સત્સંગી ભાઈ-બહેનો માટે અલગ-અલગ રહેઠાણની અતિ સુંદર વ્યવસ્થા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. કેન્દ્રના મુખ્ય બિલ્ડીંગમાં લગભગ ૧૦૦ ભાઈઓ, સામેના મહિલા ભવનમાં પણ લગભગ ૧૦૦ બહેનો રહી શકે તેવી વ્યવસ્થા છે. કુટુંબ સહિત કે ગ્રુપમાં આવેલ સભ્યો માટે પણ વ્યક્તિગત આવાસની વ્યવસ્થા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90