________________
૫૬
દરમિયાન જો એકાગ્રતા જળવાઈ રહે તો તે શ્વાસોશ્વાસની ક્રિયા જાણે કે પોતાનાથી ભિન્ન કોઈ અન્ય વસ્તુમાં થતી હોય તે પ્રકારનો શ્વાસોચ્છવાસના સ્પષ્ટ પરપણાનો અનુભવ તે ચોથો પ્રકાર. પાંચમો પ્રકાર આ પ્રમાણે છે કે જ્યારે વીસેક મિનિટ કે તેથી વધુ સમય સુધી સ્થિરતાનો અભ્યાસ સફળતાપૂર્વક જારી રાખવામાં આવે ત્યારે એક ખાસ પ્રકારના આનંદદાયક વાતાવરણનું નિર્માણ હોઠ, દાઢી, ગાલ અને નાકના નીચેના ભાગને આવરી લેતું પ્રગટ થાય છે. તે એવું લાગે છે કે જાણે એક આનંદસ્પંદનોનો સમૂહ તેટલા ભાગમાં ચોંટાડી દીધો હોય. આ સમય દરમિયાન સર્વથા નિર્વિકલ્પ દશા હોતી નથી છતાં પણ સ્પષ્ટપણે આનંદની અનુભૂતિ હોય છે અને તે આનંદ ધ્યાનમાંથી ઊઠ્યા પછી પણ કેટલીક મિનિટો સુધી રહ્યા કરે છે. આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ
આગળ ઉપર અવલોક્યા તેવા ધ્યાનના વિવિધ પ્રકારોનો જેણે અભ્યાસ કર્યો છે તેવા સાધકને હવે ઠીક ઠીક પ્રમાણમાં ચિત્તની શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. આવા અભ્યાસીઓમાં પણ જેમને સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે અથવા અનુભવી ગુરુનું સાન્નિધ્ય મળ્યું છે તેઓ થોડા કાળમાં ઘણી પ્રગતિ સાધી શકે છે.
ધ્યાનના વિવિધ પ્રકારોમાં અમુક પ્રકાર બીજાથી વધારે ગુણવાન કે વધારે સરળ છે અથવા અમુક પ્રકારથી વધારે જલદી સિદ્ધિ થાય છે અને અન્ય પ્રકારથી દીર્ઘકાળે સિદ્ધિ થાય છે તેમ નથી પરંતુ સફળતાનો આધાર તો સાધકની પોતાની જ પૂર્વસાધના, ધર્મજીવનની રુચિ, પાત્રતા, આત્મસ્વરૂપનું સ્પષ્ટ પરિજ્ઞાન, વૈરાગ્યની તીવ્રતા, આત્મસાક્ષાત્કારની લગન, તિતિક્ષા, ધૈર્ય, ખંત, સાધના માટે દૈનિક ચર્યામાંથી ફાજલ પાડેલો સમય સાધનાની નિયમિતતા અને અવિચ્છિન્નતા (સાતત્ય), પરમાત્મતત્ત્વના અલૌકિક માહાભ્યની નિઃશંકતા અને આ બધાં પાસાંઓને પુષ્ટ કરી સંવર્ધિત કરનારા એવા આત્મનિષ્ઠ ગુરુના સાન્નિધ્ય, માર્ગદર્શન અને “કૃપા ઉપર જ છે.
આ પ્રમાણે જ્યારે સાધનાનો અભ્યાસ વૃદ્ધિગત થાય છે અને જામે છે ત્યારે કોઈ એક મહા ભાગ્યવાન સમયે, ધ્યાનાવસ્થામાં, ઈષ્ટદેવ, શ્રી સદ્ગુરુ, મંત્ર, સાધના વગેરે સર્વ વસ્તુઓ આત્મજાગ્રત દશામાં વિસ્મૃતિને પામે છે (All become Forgotten at the conscious level) અને ત્યારે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org