________________
૬૦
(५) चितस्य शुद्धये कर्म, न तु वस्तूपलब्धये
वस्तुसिद्धिर्विचारेण न किंचित्कर्मकोटिभिः । अतो विचारः कर्तव्यो जिज्ञासोः आत्मवस्तुनः सामासाद्य दयासिन्धुं गुरुं ब्रह्मविदुत्तमम् ॥ કર્મ ચિત્તની શુદ્ધિ માટે છે, તત્વપ્રાપ્તિ માટે નથી. તત્ત્વસિદ્ધિ તો વિચારથી થાય છે. કરોડો કર્મો કરવાથી પણ થતી નથી તેથી, આત્મસ્વરૂપના જિજ્ઞાસુએ, કરુણાસિંધુ એવા ઉત્તમ આત્મજ્ઞાની ગુરુને શરણે જઈ આત્મવિચાર (નો અભ્યાસ) કરવો જોઈએ. नाध्यात्म-चिन्तनादन्यः सदुपायस्तु विद्यते ।। दुशपः स परं जीवैः मोहव्यालकदर्थितैः આત્મચિંતનથી બીજો (પરમપદ પ્રાપ્તિનો) કોઈ સમીચીન સાચો – ઉપાય નથી. જેઓ મોહરૂપી સર્પથી ડસાયા છે (મોહાધીન છે) તેઓને
તે ઉપાય દુર્લભ છે. (७) तस्मात्सेव्यः परिज्ञाय श्रद्धयात्मा मुमुक्षुभिः
लब्ध्युपायः परो नास्ति यस्मानिर्वाण शर्वणः । निषिध्य स्वार्थताऽक्षाणि विकल्पातीत चेतसः तद्रूपं स्पष्टमाभाति कृताभ्यासस्य चेतसः ॥ તેથી મુમુક્ષુઓએ (આત્માને) સારી રીતે જાણી, શ્રદ્ધાસહિત તેની સેવા (ઉપાસના, આરાધના) કરવી કારણ કે મોક્ષસુખની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. ઇન્દ્રિયોને પોતાના વિષયોથી રોકીને આત્મધ્યાનનો અભ્યાસ કર્યો છે જેણે તેવા નિર્વિકલ્પ ચિત્તવાળા ધ્યાતાને આત્માનું મૂળ સ્વરૂપ
(સ્વસંવેદનરૂપ અનુભૂતિ દ્વારા) પ્રત્યક્ષપણે ભાસે છે. (૮) નિરંતર વિવારે રઃ કૃતાર્થ0 ગુરોક્વાન્ !
तन्निदिध्यासनं प्रोक्तं तच्चैकाग्रेण लभ्यते ॥ શ્રીગુરુના મુખેથી શ્રવણ કરેલા સલ્ફાસ્ત્રના અર્થનો નિરંતર વિચાર કરવો
તેને નિદિધ્યાસન કહે છે અને તેની પ્રાપ્તિ એકાગ્રતા વડે થાય છે. (९) यावन्न भावयति तत्त्वं, यावन्न चिन्तयति चिन्तनीयानि तावन प्राप्नोति जीवः जरामरणविवर्जित स्थानम् ।
જ્યાં સુધી તત્ત્વભાવના ભાવતો નથી, જ્યાં સુધી (આત્માદિ) વિચારણીય તત્ત્વોના વિચાર કરતો નથી ત્યાં સુધી (સાધક) જીવ જરામરણથી રહિત એવા (મોક્ષ) પદને પામતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org