Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 79
________________ ૬૬ સત્સંગના રનો પ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છેઆત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુ:ખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આમસમાધેિ પ્રગટે, (૩૬) તે (આત્મજ્ઞાન)નો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણવું કે સાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વધા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરોનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘસંજ્ઞારૂપ ધર્મનો, ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. (૩૭) શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પ-વિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર ભાવમાં આત્મભાવના કરવી, ત્યાં સર્વ પ્રકારની આલંબનરહિત સ્થિતિ કરવી. (३८) आत्मतत्त्वानभिज्ञस्य न स्यात् आत्मन्यवस्थितिः । मुह्यात्यन्तः पृथक् कर्तुं स्वरूपं देहदेहिनोः ॥ अतः प्रागेव निश्चयः सम्यगात्मा मुमुक्षुभिः । अशेषपरपर्यायकल्पनाजालवर्जितः ॥ આત્મતત્વના યથાર્થ જ્ઞાનથી રહિત હોય તેમને આત્મામાં લીનતા થતી નથી. દેહ અને આત્માના સ્વરૂપને ભિન્નપણે ઓળખવામાં (જગતના જીવો) મોહ પામે છે. તેથી મુમુક્ષુઓએ પ્રથમ જ આત્માના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવો કે જે સ્વરૂપ પરમાર્થથી) સર્વ વિકારી ભાવો અને કલ્પનાઓની જાળથી પર છે. (३९) पूर्व श्रुतेन संस्कार स्वात्मन्यारोपयेत्ततः । तत्रैकाश्यं समासाद्य न किञ्चिदपि चिन्तयेत् ॥ પ્રથમ પોતાના આત્મામાં શ્રુતજ્ઞાનના (તત્ત્વજ્ઞાનના) સંસ્કાર આરોપીને (ધ્યાનાભ્યાસીએ) પોતાના આત્મામાં જ એકાગ્ર થવું અને અન્ય કાંઈ ચિંતવવું નહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90