Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 77
________________ ૬૪ સુયુક્તિ અને ધ્યાનાભ્યાસના રસ દ્વારા બુદ્ધિને શુદ્ધ કરતો થકો ધ્યાનાભ્યાસી પવિત્ર ધ્યાન(પરમ સમાધિ)ને પામે છે. . (૨) અલ્પાહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે, લોકલાજ નવિ ઘરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રતધાર. આશા એક મોક્ષકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત હોય, ધ્યાનયોગ્ય જાણો તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ. પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે, કરે સહુ વિકથા* પરિહાર, રોકે કર્મ આગમન દ્વાર. (૨૭) રિ સૈનિર્વે વિવેઃ વસિતં મનઃ | तदा धीर स्थीरभूय स्वस्मिन् स्वान्तः निरूपय ॥ હે વીર ! વૈરાગ્ય, મુમુક્ષતા અને વિવેક વડે જો તારું મન સંસ્કારિત થયું છે તો સ્થિર થઈને તું તારા અંતરમાં આત્માનું અવલોકન કર - આત્માનું ધ્યાન કર. (२८) विरज्य कामभोगेषु विमुच्य वपुषि स्पृहाम् । यस्य चित्तं स्थिरीभूतं स हि ध्याता प्रशस्यते ॥ કામ અને ભોગથી જે વિરામ પામ્યો છે, દેહાસક્તિને જેણે છોડી છે અને જે સ્થિર થયેલા ચિત્તવાળો છે તેવો ધ્યાતા ખરેખર પ્રશંસાને પાત્ર છે. ભેદપૂર્વકનું આત્મધ્યાન કરવાની વિધિ : તિત્ત્વવિચાર અથવા આત્મભાવવાની વિધિ :] (२९) अहमेकः खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी । नाप्यस्ति मम किंचिदप्यन्यत्परमाणुमात्रमपि ॥ * વિકથા એટલે પાપ વધારનારી નિરર્થક વાતો. જેનાથી અનેક પ્રકારના પાપવિચારો ચિત્તમાં ઉત્પન્ન થાય અને ચિત્તની શુદ્ધિ અને સ્થિરતામાં વિઘ્ન ઊપજે તેવી સર્વ વાતો વિકથા છે. આ કક્ષામાં સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા તથા રાજકથા ઉપરાંત નિરર્થક વાદવિવાદો અને વિતંડાવાદને પણ ગણી લેવા જે કુતર્ક કયુક્તિ)નું ફળ છે. અને જેને આચાર્યોએ ધ્યાનપ્રાપ્તિમાં શત્રુ તરીકે ગણાવ્યા છે. बोधरोधः शमापायः श्रद्धाभंगोऽभिमानकृत् ॥ कुतर्को मानसो व्याधिः ध्यानशत्रुरनेकधा ॥ કુતર્ક જ્ઞાનને રોકનાર, શાંતિનો નાશ કરનાર, શ્રદ્ધાનો ભંગ કરનાર અને અભિમાનને વધારનાર માનસિક રોગ છે જે અનેક પ્રકારે ધ્યાનનો શત્રુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90