Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 71
________________ ૫૮ હવે સંત થઈ જાય છે અને અનેકાનેક લૌકિક અને લોકોત્તર મોક્ષસાધક ગુણોરૂપી પુષ્પોથી તેનો જીવનરૂપી બગીચો મહેકવા લાગે છે. મહાત્માઓનું જીવનફળ આ આત્મસાક્ષાત્કારની ભૂમિકાને પહોંચીને કેટલાક મહાનુભાવોને સહજ અંતઃસ્કુરણા થાય છે અને પોતાની “તે” અનુભૂતિનું વર્ણન, પોતપોતાની શક્તિ, અભિરુચિ અને સંજોગ અનુસાર પોતપોતાની ઢબથી તેઓ વડે સહજપણે થઈ જાય છે - યદ્યપિ તેઓને ખબર છે કે સ્વાનુભૂતિ તે સર્વથા વાણીનો વિષય નથી. આવા મહાનુભાવોના પુનિત સાન્નિધ્યને તેમજ તેમના સ્વાનુભવમુદ્રિત સર્વચનોને પામીને તેમાંથી પણ પ્રેરણા અને આલંબન મેળવીને અને તેના આશયને પ્રાપ્ત કરીને તે સમયના કે ભવિષ્યકાળના સાધક જીવો પોતાની જીવનશુદ્ધિ અને જીવનસિદ્ધિ કરે છે. આ પ્રકારે આવા આત્મનિષ્ઠ મહાત્માઓ સ્વ-પરકલ્યાણને સાધીને પોતે અમરતાને વરે છે અને બીજા અનેક યોગ્ય જીવોને અમરતાના પંથનો નિર્દેશ કરી, પોતાનું જીવન દીવાદાંડી સમાન બનાવી પ્રસન્નતાથી જીવનયાપન (જીવન વ્યતીત) કરે છે. નમસ્કાર હો તે મહાત્માઓને ! ફરી ફરી નમસ્કાર હો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90