________________
૫૭.
રહી જાય છે તે જ છે અખંડ, ચિન્માત્ર, પરમશાંત, સર્વોપરી, નિર્વિકલ્પ, સહજ-જ્ઞાનાનંદસ્વરૂપ સ્વાનુભવ જે આપણું મૂળ સ્વરૂપ છે.
- આત્મસાક્ષાત્કારનું ફળ જ્યારે આમ બને છે ત્યારે સાધકના જીવનમાં એક આમૂલ પરિવર્તન આવે છે તે જે કાંઈ કરે છે, જે કાંઈ દેખે છે, જે કાંઈ બોલે છે, જે કાંઈ વિચારે છે, જે કાંઈ સમજે છે, જે કાંઈ શ્રદ્ધા છે તે બધુંય દિવ્યતાથી વ્યાપ્ત થયેલું હોય છે. પહેલાં જે પોતે હતો, તે હવે પોતે રહ્યો નથી કારણ કે તેના અહ-મમત્વનો નાશ થયો છે અને કર્તાપણા-ભોક્તાપણાને વેચવાને બદલે હવે મુખ્યપણે તે સાક્ષીરૂપે રહેવા લાગે છે. આમ હવે તે કાંઈક અન્ય જ છે અને અદ્ભુત છે અને તેમ છતાં પણ વિશ્વના સમસ્ત જીવોમાં તેને પોતાના જેવી જ દિવ્ય વિભૂતિનું દર્શન થવા લાગે છે. જોકે પોતાનું અલૌકિક વ્યક્તિત્વ નિષ્પન્ન (પ્રગટ) થયું છે તો પણ તે સમસ્ત જીવોનો નિષ્કારણ પરમહિતકારી મિત્ર થઈ જાય છે કારણ કે સર્વ દ્વન્દ્રોનું અને વિષમતાઓનું નિષ્ફળપણું તેના આત્મામાં અપરોક્ષાનુભૂતિથી વિદિત થયું છે. સુખ-દુ:ખ, માન-અપમાન, શીત-ઉષ્ણ, ભૂખ-તરસ, સરસ-નીરસ, મૂર્ખ-પંડિત, સ્ત્રી-પુરુષ, યુવાન-વૃદ્ધ, ગરીબ-તવંગર, ઊંચ-નીચ વગેરે સર્વ ભેદો તેની દૃષ્ટિમાંથી ગળી જાય છે અને સર્વત્ર એકરૂપ, અલૌકિક, સર્વોત્કૃષ્ટ પરમાત્મદર્શનની જ તેના જીવનમાં મુખ્યતા થઈ જાય છે. તેને જગતના સર્વ પદાર્થો હવે જૂઠા હોય તેવા, નીરસ અને ફિક્કા હોય તેવા લાગે છે. હવે તેના હૃદયમાં એક શાંત રસનું ઝરણું વહેવા લાગે છે જેની તૃપ્તિથી સંતુષ્ટ થવાને કારણે દુનિયાની મોટામાં મોટી સંપત્તિ, ધન, વૈભવ કે અન્ય સંસારસુખનાં સાધનોને તે અંતરથી ઈચ્છતો નથી. તેનું શ્રદ્ધાન હવે જગતના જીવોથી નિરાળું છે, ઊલટું છે, વિપરીત છે. તેની અંતરંગ રુચિ અને પ્રીતિ હવે પરમાત્મતત્ત્વમાં જ રહે છે જેનો સાક્ષાત્કાર તેને પોતાના હૃદયમંદિરમાં થયો છે. હવે તે પૂર્ણ પદની પ્રાપ્તિના માર્ગમાં નિઃશંક છે કારણ કે હવે તેને પરમાનંદની પ્રસાદી પ્રાપ્ત થઈ છે. જગતમાં જેમ એક લક્ષ્મીની પ્રાપ્તિ થવાથી અનેક પ્રકારના લૌકિક ગુણો સજ્જન પુરુષોમાં આવિર્ભત થતા જોવામાં આવે છે તેમ મોક્ષમાર્ગમાં એક આત્મદર્શન-આત્મજ્ઞાનઆત્મસાક્ષાત્કાર થવાથી તે સાધક જે આજ સુધી મુમુક્ષુ કે આત્માર્થી હતો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org