Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 68
________________ એકાગ્રતાનો અભ્યાસ કરે છે અને આમ વિવેકબળના વિશેષ અભ્યાસ કરીને તેઓ એકાગ્રતા કઈ રીતે સાધે છે તે આપણે આગળ ઉપર જોઈશું. એકાગ્રતાની સાધના દરમિયાનના વિવિધ અનુભવો આમ સામાન્ય રીતે ધ્યાન કરવાની જુદી જુદી પદ્ધતિઓ અને અવલંબનોનું વ્યાખ્યાન થયું. જ્યારે ધ્યાન દરમિયાન સાધારણ રીતે સંકલ્પવિકલ્પ મંદતાને પામે છે ત્યારે સામાન્ય શાંતિનો અનુભવ થાય છે. ધ્યાનમાં આ પ્રમાણેની સ્થિતિ થયા પછી જો તે ધ્યાન આગળ બીજી ૨૦ કે ૩૦ મિનિટ સુધી ચાલુ રહે તો એક પ્રકારના ખાસ સ્થિર શાંતિદાયક વાતાવરણના પટ્ટામાં જાણે કે આપણું આખું શરીર નિબદ્ધ થઈ ગયું હોય તેવો અનુભવ થાય છે, અને આ સ્થિતિને પહોંચાય ત્યારે શરીરના કોઈ પણ અવયવને સહેજ પણ હલાવવાની વૃત્તિ થતી નથી અને બે-ચાર મિનિટના અંતરે કોઈક વાર ઘૂંક ગળવાની પ્રક્રિયા જેટલો સ્થિરતામાં ભંગ થવાથી જાણે કે મોટો અંતરાય થતો હોય તેવું લાગે છે. જો આ સ્થિતિને પણ થોડી મિનિટો સુધી જાળવી શકાય તો સ્કૂલ વૃત્તિનું ઉત્થાન થતું અટકી જાય છે અને ચિદાનંદની મોજ, સ્થિરતાના પ્રમાણમાં ચાર-છ કે દસ સેકંડ સુધી પ્રગટે છે. ફરીથી મંદ સંકલ્પવિકલ્પોનું સ્કરણ થતાં તે ચિદાનંદની મોજ તો જતી રહે છે પરંતુ તેની અસર (After-effects) થોડી મિનિટો અથવા કલાકો સુધી રહ્યા કરે છે જે સાતિશય ચિત્તપ્રસન્નતાને આપે છે અને સાધકને ઉલ્લસિત વીર્યથી ધ્યાનની આરાધનામાં આગળ વધવા પ્રેરણા આપે છે. સ્થિરતાના આવા અભ્યાસ દરમિયાન બીજા પણ જુદા જુદા અનુભવ થાય છે જેમ કે વીજળીનો કરન્ટ શરીરના એક છેડેથી દાખલ થઈને એક જ દિશામાં વહેતો થકો શરીરના બીજા છેડામાંથી નીકળી જતો હોય (Sequentially) તેવી જાતના વિશિષ્ટ રોમાંચનો અનુભવ, તે એક પ્રકાર. આપણે પોતે જાણે કે આસન પરથી ઘીમે ઘીમે ઊંચા ઊઠતા હોઈએ એટલે કે શરીર તો ત્યાંનું ત્યાં જ અને આપણે તેનાથી જુદા અને તેનાથી ઉપર હોઈએ, તેવા અનુભવનો બીજો પ્રકાર. આખા શરીરમાં એકસાથે (Simultaneously) આનંદનો અનુભવ તે ત્રીજો પ્રકાર. શ્વાસોચ્છવાસની ગતિમાં મંદતા અને લઘુતાનો (Diminished rate and diminished volume of respiration) અનુભવ, જે સાધકને ઘણી વાર થાય છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90