Book Title: Sadhna Sopan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra KobaPage 66
________________ આત્મવિકાસ માટે પૂર્વે વર્ણવેલા બે પ્રકારોનો અભ્યાસ છોડી દેતા નથી પણ તેમનું પણ યથોચિત ગૌણપણે અવલંબન લે છે.* ધ્યાનના અન્ય પ્રકાર તથા અનુભવો આગળ આપણે જે બે પ્રકારનાં ધ્યાનનો વિચાર કર્યો તે સાલંબન ધ્યાન અને પદસ્થ ધ્યાન અથવા જાપ, ધ્યાનના સૌથી વધારે પ્રચલિત, સરળ અને અનુભવસિદ્ધ પ્રકારો છે. ધ્યાનના અનુભવી યોગીશ્વરોએ ધ્યાનની વિધિ અને વિવિધ પ્રકારો એટલા વિસ્તારથી દર્શાવ્યા છે કે તેનો નિર્દેશ અત્રે અસંભવ છે પણ ઉપરોક્ત બે સિવાયના થોડા અન્ય પ્રકારનું અવલોકન હવે કરીએ. (૧) મંત્રાક્ષરો અને જ્ઞાનજ્યોતિનું ધ્યાન ઃ ૫૩ પદસ્થ ધ્યાન દરમિયાન જ્યારે મંત્રના અર્થનું ચિંતન કરીએ ત્યારે સાથે સાથે અથવા વચ્ચે વચ્ચે જાણે કે મંત્રના શબ્દો આપણા અંતઃપટલની ઉપર લખ્યા હોય કે કોતર્યા હોય તેવી ભાવના કરીને તે તે અક્ષરો ઉપર પણ એકાગ્રતાનો અભ્યાસ સ્થિરતાની પ્રાપ્તિ માટે સહાયક છે. વળી જ્ઞાનના અભ્યાસી સાધકોને દીવાની ઝળહળતી જ્યોતનું ધ્યાન (હૃદયમાં ભ્રૂકુટિની મધ્યમાં) સરળ પડે છે કારણ કે તેઓ આત્માને સ્વ-૫૨-પ્રકાશક અંતઃકરણમાં સ્ફુરાયમાન, જાજ્વલ્યમાન જ્યોતિરૂપે વારંવાર ભાવે છે. આ પ્રકારે ચિત્તને જ્યોતિના નીચેના ભાગથી ઉપરની ટોચ સુધી અને ફરીથી પાછા ટોચથી નીચે સુધી એમ વારંવાર પરિક્રમા કરાવવાથી જ્યોતિના ધ્યાનના સંસ્કાર દૃઢ થાય છે. વળી તે જ્યોતિનું ચૈતન્યતેજ જાણે કે પોતાના બધાય આત્મપ્રદેશોમાં (આખા શરીરમાં) વ્યાપીને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી નાખે છે એવી અંતરમાં ભાવના કરવાથી આનંદના તરંગો સહજપણે ઉલ્લુસે છે અને ધ્યાનમાં ઉત્સાહ વધે છે. આ સમયે પણ જો સાધક તે આનંદના અનુભવમાં ચિત્ત ન જોડે અને તે જ્યોતિના પ્રગાઢ ચિંતનમાં ચિત્ત જોડી રાખે તો તે ચિત્તનો લય થાય છે અર્થાત્ માત્ર પોતે ચિન્મય જ્યોતિરૂપે જ રહી જાય છે અને આમ નિર્વિકલ્પતાની સિદ્ધિ થાય છે. પ્રથમકક્ષાના સાધકને ચોથું ગુણસ્થાન, બીજીકક્ષાના સાધકને પાંચમું ગુણસ્થાન અને ત્રીજી કક્ષાના સાધકને છઠ્ઠું-સાતમું ગુણસ્થાન હોય છે. આ વિષયના વિશેષ જિજ્ઞાસુએ ‘ગોમટ્ટસાર’ ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ને ‘ચરણાનુયોગ’ના આચારવિષયક ગ્રંથોનું અવલોકન કરવું જોઈએ. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90