Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 64
________________ ૫૧ • અને વધારે ઊંચી છે. આ ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે : (ગ) બાહ્ય જાપ (વ) અંતરજાપ (ઋ) અજપાજાપ () બાહ્યજાપ ઃ પ્રથમ ભૂમિકાના ધ્યાનના અભ્યાસીને સ્થિરતાની સિદ્ધિ અર્થે કોઈ પણ ઇષ્ટમંત્રનો જાપ વિધિપૂર્વક અને નિષ્ઠાથી ઉપાસવામાં આવે ત્યારે મહાન ઉપકારી સાબિત થાય છે. બને ત્યાં સુધી કોઈ મહાન સિદ્ધમંત્રનો જાપ કરવો હિતકારી થશે કારણ કે પૂર્વે મોટા મોટા યોગીજનોએ તેને સિદ્ધ કર્યો હોવાથી સાધકને પણ તેની સિદ્ધિમાં પહેલેથી જ અપૂર્વ ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધા રહે છે. , નમ: સિદ્ધો , નમસ્કાર મંત્ર, ગાયત્રી મંત્ર અને શ્રી રામ જય રામ જય જય રામ વગેરે અત્યંત સુપ્રસિદ્ધ મંત્રોનાં દૃષ્ટાંત છે અને તેમાં પણ પ્રણવમંત્ર તે એકાક્ષરી હોવાથી અને સૌથી વધારે પ્રાચીન હોવાથી ખૂબ જ વધારે પ્રચલિત છે. ચિત્તની એકાગ્રતાને અર્થે આ મંત્રના જાપનો અભ્યાસ ઘણુંખરું માળા સહિત કરવામાં આવે છે. પ્રારંભિક અભ્યાસી ત્રણ માળાથી શરૂ કરે. ધીમે ધીમે કરતાં આખા દિવસ દરમિયાન જ્યારે છત્રીસ માળા સુધી પહોંચે ત્યારે સારી સિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય. (૨) અંતરજાપ ઃ જે મંત્રનો જાપ કરીએ તે મંત્રના શબ્દોનો અર્થ સ્પષ્ટપણે સાધકના ખ્યાલમાં હોવો જોઈએ, જેથી જેમ જેમ આંગળી માળાના મણકા ગણે, જીભ મંત્રના શબ્દોનું ઉચ્ચારણ કરે તેમ તેમ અંતઃકરણ તે શબ્દોના અર્થનું ચિંતવન કરે. જો મર્મ નહિ સમજાયો હોય તો ચિત્ત પરમાત્માના સ્મરણને બદલે બીજા પદાર્થોનું સ્મરણ કરશે અને પરમાર્થ-સિદ્ધિમાં ન્યૂનતા રહેશે. જેણે અર્થને જાણ્યો છે તેણે પણ જાગૃતિપૂર્વક અભ્યાસ તો કરવો જ પડશે કારણ કે અર્થ જાણવા માત્રથી મંત્રની સિદ્ધિ થતી નથી. પણ તેના અર્થમાં (ધ્યેયમાં, પરમાત્મામાં) એકાગ્રતાના દૃઢ સંસ્કાર પાડવાથી સિદ્ધિ છે અને જ્યારે કાંઈક પ્રમાણમાં તેવી એકાગ્રતાથી સિદ્ધિ થાય છે ત્યારે જ બીજા પ્રકારના જાપની અંદર સાધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90