Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 65
________________ ચાલ્યો જાય છે અર્થાત્ હવે જીભ મંત્રના શબ્દો બોલતી નથી છતાં ચિત્ત તેના શબ્દના અર્થનું ચિંતન કરવા લાગે છે અને આને જ જાપનો બીજો પ્રકાર અથવા અંતરજાપ કહેવામાં આવે છે. ૫૨ અંતરજાપની જેઓ સાધના કરે છે તેઓ પણ જ્યારે પ્રથમ ધ્યાનમાં બેસે ત્યારે થોડો વખત બાહ્ય જાપ કરે છે. પણ અહીં અભ્યાસની વિશેષતાને લીધે થોડા વખતમાં બાહ્ય મંત્રોચ્ચાર વગર પણ એકાગ્રતા થઈ શકે છે. અભ્યાસીઓને અનુભવ છે કે એક વાર અંતરજાપમાં ગયા પછી પણ ઘણી વાર એકાગ્રતા તૂટી જાય છે અને તેવા સમયે ફરીથી પાછા બાહ્ય જાપનું આલંબન લેવું પડે છે. એટલું જ નહિ પરંતુ સાથે સાથે આગળ વર્ણવેલા એવા રૂપસ્થ ધ્યાનનું પણ પ્રસંગોપાત્ત અવલંબન લેવું પડે છે. આ પ્રકારે ધ્યાનાભ્યાસમાં કોઈ નક્કી વિભાગીકરણ (Watertight compartments) નથી પરંતુ જે પ્રકારે ચિત્તની નિર્મળતા બની રહે અને એકાગ્રતા જળવાય તથા વૃદ્ધિ પામે તે જ ધ્યેય સિદ્ધ કરવાનું છે. જો તે સિદ્ધ થતું હોય તો એક પ્રકારના ધ્યાનમાંથી બીજા પ્રકારના ધ્યાનમાં જવામાં કાંઈ પણ સંકોચ કે નિયમભંગનો અનુભવ કરવો જોઈએ નહિ. () અજપાજાપ : આ જાપનો આ પ્રકાર એ મુખ્યપણે વર્ણનનો વિષય નથી પણ અનુભવનો વિષય છે અને તેની સિદ્ધિ પ્રાયે આત્મસાક્ષાત્કારી પુરુષોને હોય છે, કે જેમને મોહગ્રંથિનો ભેદ થઈ...પરમાત્મતત્ત્વની પ્રગટતા થવાથી તે તત્ત્વ સાથેનું સાન્નિધ્ય કોઈ અપેક્ષાએ નિરંતર રહ્યા જ કરે છે અને પ્રવૃત્તિમાં પણ થોડે થોડે કાળે પોતાની અધ્યાત્મદશાના પ્રમાણમાં* બાહ્ય જગત તથા શરીર, વચન અને મનની પ્રવૃત્તિ સાથેની અનુવૃત્તિ તૂટી જાય છે અને ૫૨મતત્ત્વની પ્રતીતિ, લક્ષ કે અનુભવ ઉદય પામે છે. જેઓને આ પ્રકાર સિદ્ધ થયો છે તેઓ પણ બધા આત્મજ્ઞાની મહાત્માઓની સર્વથા એક કક્ષા નથી. પોતપોતાના આત્માની નિર્મળતા અને સ્થિરતાના પ્રમાણમાં સાધક મહાત્માઓના (અંતરાત્માના) ત્રણ પ્રકાર સંક્ષેપમાં પૂર્વાચાર્યોએ વર્ણવ્યા છે. * (૧) આત્મજ્ઞાની પણ પરમાર્થ સંયમ નહિ. (૨) આત્મજ્ઞાની પણ એકદેશ પરમાર્થ સંયમ. (૩) આત્મજ્ઞાની અને સર્વદેશીય પરમાર્થ સંયમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90