Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 67
________________ ૫૪ (૨) નાદ-આલંબન ધ્યાન : મંત્રના શબ્દનો ધીમે સ્વરેથી ઉચ્ચાર કરતાં કરતાં જે નાદ (અવાજ) ઉત્પન્ન થાય તેના ઉપર ચિત્તની એકાગ્રતા કરવાની પણ એક પદ્ધતિ છે. આ ઉપરાંત અંતરજાપનું આરાધન કરતાં, શાંત સ્થળમાં, સાધકને અમુક નાદ સંભળાય છે. અવાજના બાહ્ય નિમિત્ત વિના આ નાદ સંભળાતો હોવાથી તેને અનાહત નાદ તરીકે સંબોધવામાં આવે છે. આ નાદના અનેક પ્રકાર છે, જેમ કે તમરાનો અવાજ, સિસોટી, મૃદંગ, વહેતા ઝરણાનો અવાજ, વાંસળી, સાગરનાં મોજાં વગેરે. આ નાદનો નથી તો અધ્યાત્મવિકાસ સાથે સીધો સંબંધ કે નથી તો અવિનાભાવિ સંબંધ, કારણ કે દરેક સાધકને આવા નાદ સંભળાય તેમ પણ બનતું નથી; તેમ વળી વિશેષ આગળ વધેલા સાધકોને તેનો કાંઈ અનુભવ થતો નથી જ્યારે અલ્પવિકાસવાળાને તેનો અનુભવ થાય છે. આ પ્રકારે નાદ તે તો માત્ર સ્થિરતા સાધવા માટે અમુક સાધકોને અવલંબન કરવાનું એક સાધન જ છે અને તેથી વિશેષ તેની ધ્યાનમાર્ગમાં કાંઈ અગત્ય તાત્ત્વિક દૃષ્ટિએ ગણવી જોઈએ નહિ. (૩) શ્વાસોચ્છવાસ-આલંબન ધ્યાન : શરીરની સ્વસ્થ અવસ્થામાં શ્વાસોચ્છવાસની ક્રિયા નિયમિતતાથી થયા જ કરે છે તેમ વળી જ્યાં સુધી તે ચાલુ રહે છે ત્યાં સુધી જ વર્તમાન જીવન ટકે છે. આ બંને કારણોને લીધે સાધકને, ગમે તે સ્થાનમાં પણ, જો તે ઇચ્છે તો, શ્વાસોચ્છવાસની ગતિ-આગતિ સ્થિરતા સાધવામાં ઉપયોગી નીવડી શકે. જેમ-ભક્ત-સાધકો સ્વરબદ્ધ અને તાલબદ્ધ સંગીતના અવલંબનથી એકાગ્રતાનો અભ્યાસ કરે છે તેમ આ બાહ્ય પ્રાણના અવલંબનથી ધ્યાનાભ્યાસીઓ એકાગ્રતાને સાધવાનો ઉદ્યમ કરે છે. મંત્ર-જાપ (બાહ્ય જાપ કે અંતરજાપ) સાથે શ્વાસોશ્વાસની ક્રિયાને જોડવી. જો મંત્ર લાંબો હોય તો શ્વાસ અંદર લેતા (પૂરક દરમિયાન) તેનો પૂર્વાર્ધ બોલવો અને શ્વાસ બહાર કાઢતાં (રેચક દરમિયાન) તેનો ઉત્તરાર્ધ બોલવો. જો મંત્ર નાનો હોય તો એક વાર મંત્રોચ્ચાર અંદર શ્વાસ લેતાં અને એક વાર મંત્રોચ્ચાર બહાર શ્વાસ કાઢતાં એમ અભ્યાસ કરવો. આ પ્રકારનો ક્રમબદ્ધ અભ્યાસ મનને એકાગ્ર કરવામાં મદદરૂપ થાય છે. આગળ વધેલા સાધકો શ્વાસોચ્છવાસની ગતિને માત્ર જોતાં થકાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90