________________
૫૦
અનુક્રમે લોભ અને કામવિકારના ભાવો સ્ફુરે છે તેમ સાધકને પરમાત્માની મૂર્તિના ધ્યાનથી શાંત-સમાધિભાવની સ્ફુરણા થવા યોગ્ય છે. પોતે મૂર્તિની સામે બેસીને શરૂઆતમાં આવું ધ્યાન કરે, થોડો સમય આંખ ઉઘાડી રાખી મૂર્તિનું ધ્યાન કરવું અને પછી આંખો બંધ કરીને ધ્યાન કરવું. મૂર્તિનું વિસ્મરણ થતાં ફરી આંખો ઉઘાડી મૂર્તિનું નિરીક્ષણ કરી તેના ધ્યાનમાં જોડાવું. આમ અભ્યાસથી જ્યારે આંખો બંધ કરતાં જ ભગવાનની મૂર્તિ અંતઃકરણમાં સ્ફુરે ત્યારે પછી મૂર્તિ ન હોય તોપણ મૂર્તિનું ધ્યાન થઈ શકશે. એક દિવસની અંદર અનેક વાર પોતાનું નિત્યકર્મ કરતાં છતાં પણ જો પ્રભુના સ્મરણનો અભ્યાસ પાડવામાં આવશે તો દૃઢ સાધક થોડા મહિનાઓના અભ્યાસમાં જ ધીમે ધીમે આ પ્રકારના ધ્યાનમાં સહેલાઇથી અને સફળતાપૂર્વક સ્થિર થઈ શકશે.
જેમ પ્રભુનું ધ્યાન કરીએ તેમ શ્રી સદ્ગુરુનું ધ્યાન પણ તેમની પ્રત્યક્ષતામાં, તેમના ફોટાની પ્રત્યક્ષતામાં અથવા બંનેના પરોક્ષપણામાં તે મૂર્તિને અંતઃકરણમાં લાવવાથી થઈ શકશે. આ પ્રમાણે, સામાન્ય રીતે પરમાત્માના રૂપનું અવલંબન લઈને કરવામાં આવતું હોવાને લીધે, આ ધ્યાનને રૂપસ્થ ધ્યાન કહે છે. બીજા પ્રકારના ધ્યાન કરતાં આ ધ્યાન પ્રમાણમાં સરળતાથી સિદ્ધ થઈ શકે છે અને આલંબન હિત હોવાથી તેને સાલંબન ધ્યાન પણ કહે છે. આ પ્રકારનું પરમાત્માની અથવા શ્રી સદ્ગુરુની મૂર્તિનું ધ્યાન હૃદયપ્રદેશમાં એટલે કે છાતીના ડાબા ભાગમાં જ્યાં ધબકારો થાય છે ત્યાં, અથવા બે ભ્રમરની વચ્ચેના ભાગમાં (ભ્રૂકુટિ) સામાન્યપણે કરવામાં આવે છે. ભક્તિયોગની મુખ્યતાવાળાને પ્રથમ અને જ્ઞાનયોગની મુખ્યતાવાળાને બીજું સ્થાન સામાન્યપણે વધારે માફક આવતું જોવા મળે છે.
Jain Education International
પૂર્વે યોગાચાર્યોએ ધ્યાન કરવા શરીરમાં બીજાં અનેક સ્થાનોનું સૂચન કરેલું છે જેમ કે નાકનું ટેરવું, કપાળ, મસ્તક, તાળવું, નાભિ વગેરે.
જાપ અથવા પદસ્થ ધ્યાન
ધ્યાનનો આ પ્રકાર ખૂબ જ પ્રચલિત, સરળ અને ઉપકારી છે પણ મોટા ભાગે તેની તાત્ત્વિક સાધના કરનારા પુરુષો આ સમયમાં વિરલા જ છે. આ પ્રકારની સાધનાની ત્રણ શ્રેણીઓ પાડી શકાય. જે એક કરતાં એક વધારે
-
For Private & Personal Use Only
www.jainelibrary.org