Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 62
________________ ૪૯ કરવા માટેની જગ્યા સહેલાઈથી મળી શકે છે. સામાન્યપણે, ધ્યાન અને ચિંતનનો સર્વશ્રેષ્ઠ સમય સવારના ૪-૦થી ૬-૦ વાગ્યાનો છે જે સમયે આપણે પણ શરીરથી અને મનથી સ્વસ્થ હોઈએ છીએ અને બહારની દુનિયાનો ઘોંઘાટ અને ધમાલ તદ્દન ઓછાં હોય છે. પ્રારંભ : ધ્યાન ચાલુ કરવા માટે આસન પર બેસીએ તે પહેલાં બે હાથ જોડી ચારે દિશાઓમાં ફરીને સિદ્ધ આત્માઓને નમસ્કાર કરવા યોગ્ય છે જેથી ચિત્તશુદ્ધિ અને ધ્યેયસ્મૃતિ ઉત્પન્ન થાય છે. આસન : ચટાઈ, પાટલો કે પાટના આવા કોઈ પણ સાધનનો આસન માટે ઉપયોગ થઈ શકે. શરીરના કોઈ પણ અંગને હલાવ્યા વિના સ્થિર થઈને ધ્યાન કરવાથી ચિત્તની એકાગ્રતા જલદી થઈ શકે છે. તે માટે બેસીને પદ્માસન અને સિદ્ધાસનનો ઉપયોગ સૌથી વધારે પ્રચલિત છે. એક પગની એડી સામી સાથળના મૂળ પાસે અને બીજા પગની એડી પહેલી સાથળના મૂળ પાસે રાખવાથી અને હાથની આંગળીઓ એકબીજા સાથે સાંકળી હથેળીઓ ઉપરની દિશામાં રહે તેમ બેસવાનું છે. આને પદ્માસન કહે છે. સામસામી સાથળને બદલે જ્યારે એડીઓને ગુદા પાસે અને જનનેન્દ્રિયના મૂળ પાસે રાખવામાં આવે છે ત્યારે તે સિદ્ધાસન કહેવાય છે. આસનની અગત્ય કરતાં આખું શરીર જે રીતે ઢીલું છોડીને શરીર ઉપરથી લક્ષ ધ્યેય તરફ લઈ જઈ શકાય તે પ્રકાર આપણે સિદ્ધ કરવાનો છે. જેમ સુખરૂપ એક આસન ઉપર લાંબો સમય બેસી શકાય તેમ અભ્યાસ કર્તવ્ય છે. સામાન્ય સાધકને માટે સ્વાધ્યાય વડે સિંચિત થયેલું ચિત્ત જ ધ્યાન માટે યોગ્યતાવાળું બને છે. તેથી જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે થોડી મિનિટો સુધી વૈરાગ્ય-તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરનારાં પદોનો સ્વાધ્યાય કરવો અને ચિત્ત થોડું સ્થિર થાય એટલે સ્વાધ્યાય બંધ કરી ધ્યાનમાં લાગવું. સાલંબન ધ્યાન : પ્રથમ તો ધ્યાનમાં પ્રભુની વીતરાગ-પરમશાંત-સમાધિસ્થ અંતર્મુખ મૂર્તિનું ધ્યાન કરવું જેથી તે તે ભાવોનો આત્મામાં સંચાર થવા લાગે છે. જેમ લોભીને સોનામહોરનું અને કામી પુરુષને યુવતીના ચિત્રાદિનું ધ્યાન કરતાં તેમનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90