Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 61
________________ ૪૮ છે. એક મનુષ્યભવમાં જ મુખ્યપણે વિવેક વિકાસ પામી શકે છે અને કુશીલાદિનો ત્યાગ સુબુદ્ધિબળે થઈ શકે છે, વળી સ્વસ્ત્રીને વિષે પણ વિવેકી પુરુષ મર્યાદાયુક્ત રહી સંતોષી રહે છે અને ક્રમે કરીને બ્રહ્મચર્યનો અભ્યાસ કરે છે. ધ્યાનના અભ્યાસીને માટે ઓછામાં ઓછું મહિનામાં બાર દિવસનું, મધ્યમ બાવીસ દિવસનું અને ઉત્તમ અઠ્ઠાવીસ દિવસનું બ્રહ્મચર્યપાલન આવશ્યક છે. અમુક અવસ્થાને પહોંચ્યા પછી વ્રત લેવું જરૂરનું છે. જેથી વાડ બંધાઈ જાય છે અને સુખરૂપે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન બની શકે છે. આ વ્રત લેતાં પહેલાં પોતાની શક્તિ, મુમુક્ષુતાની શ્રેણી, પૂર્વની સાધના, અંતરનો વૈરાગ્ય, તત્ત્વનો અભ્યાસ અને કુટુંબાદિના સંયોગનો સામાન્યપણે વિચાર કરી લેવો જોઈએ. આ પ્રમાણે બ્રહ્મચર્યપાલનની સામાન્ય શિસ્તનો પ્રકાર આપણે જોયો. બ્રહ્મચર્યનું પાલન દરેક સાધકને દરેક પ્રકારે ઉપયોગી છે. અને તે વ્રતના અભ્યાસમાં જ્યાં સુધી સાધકને સાચી પ્રીતિ પ્રગટી નથી ત્યાં સુધી તેને હજુ ધ્યાનાભ્યાસનો તાત્ત્વિક આરંભ થયો નથી. શારીરિક, વાચિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં તે અનેક પ્રકારે સહાયક છે અને આગળના ધ્યાનાભ્યાસીને માટે તો તેનું સંપૂર્ણ પાલન અનિવાર્ય છે, માટે જ મહાત્મા પુરુષોએ કહ્યું છે : વીચ્છની વાર્ય ત્તિ ’ જે (પરમાત્મતત્ત્વને) પામવાની ઇચ્છાવાળા હોય તેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે. ધ્યાનની સાધના : સ્થાન : કોઈ પણ શાંત સ્થાન કે જ્યાં માણસો કે પશુઓનો ઘોંઘાટ ન હોય અથવા વાહનોની અવરજવરથી ઉત્પન્ન અનેક પ્રકારના અવાજો ન સંભળાય તે મકાનમાં કોઈ એક રૂમમાં અથવા લોકોની અવરજવર ન હોય તેવા બપોરના કે રાત્રિના સમયે મંદિરના ખૂણામાં કે એકાંત બગીચામાં (આ સમયે લોકોની અવરજવર ઓછી હોવાથી) ધ્યાન કરવા બેસી શકાય. ધમાલિયા શહેરમાં આવી જગ્યા મળવી મુશ્કેલ છે પણ શોધકને સાધારણ યોગ્યતાવાળી જગ્યા મળી શકવા યોગ્ય છે. નિવૃત્તિનાં સ્થાનોમાં આશ્રમ, ગુરુકુળ કે ધર્મશાળામાં અને એકાંત જગ્યાઓએ આવેલાં તીર્થયાત્રાનાં ધામોમાં ધ્યાન Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90