Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 59
________________ ૪૬ સિદ્ધિ નહિ થાય. તેમ વળી દુખતા શરીરનાં જુદાં જુદાં અંગો પ્રત્યે ચિત્ત રહ્યા કરશે. ધંધાવ્યાપાર-નોકરીમાં જે સમય લગાડીએ છીએ તે ધીમે ધીમે ઓછો કરવાનો પ્રયત્ન ન કરીએ તો અને સાથે સાથે સાધનાનો સમય ન વધારીએ તો આગળ કેમ વધી શકાય ? (4) સમાજ-સંબંધો અને મુસાફરી : આ બે મુદ્દાઓ પરસ્પર સંબંધિત છે.તીર્થયાત્રાને માટે જરૂરી મુસાફરીને બાદ કરીએ તો મુસાફરીનાં મુખ્ય કારણ સમાજ-સંબંધો જાળવવા વિષયક છે. જોકે ઘણાને મુસાફરી તે અર્થોપાર્જન સાથે સંકળાયેલી હોય છે, તો પણ તેની સંખ્યા બહુ મોટી નથી, તેમ વળી સાધકે તો ક્રમે કરીને સાધનાના અંગરૂપ ન હોય તેવી મુસાફરીને ઘટાડવાની જ છે. | મુસાફરી ગમે તે કારણસર કરવી પડે તો પણ તેમાં અનિયમિતતા, ઉતાવળ, નિયમોનો ભંગ, આકુળતા, ગાડી-બસ-વિમાન આદિના આવવાની-ઊપડવાની કે તેમાં જગ્યા મેળવવાની અથવા ટિકિટ મેળવવાની કે રિઝર્વેશન કરાવવાની, બધો સામાન બરાબર આવી ગયો છે કે નહિ તે જોવાની વગેરે અનેક જાતની ચિંતા (આર્તધ્યાન) સતત રહ્યા કરે છે. મોટા ભાગે મુસાફરી દરમિયાન કુસંગતિનો યોગ વધારે રહે છે. આવા અનેક ગેરફાયદા હોવાને લીધે ખાસ કારણસર જ મુસાફરી હિતાવહ છે અથવા કોઈ અપેક્ષાએ સત્સંગ કે તીર્થયાત્રાના સાચા ધ્યેયપૂર્વક તેને અંગીકાર કરવી રહી. જેમ પ્રથમ જણાવ્યું તેમ સંબંધો ઓછા રાખવાથી મુસાફરીનો યોગ પણ ઘટી શકવા યોગ્ય છે. () મનોરંજનવિષયક પ્રવૃત્તિ : જેને સામાન્ય વ્યવહારજીવન જીવવાનું છે તેને આ મોંઘવારીના અને હાડમારીના જમાનામાં અનેક પ્રકારની ચિંતાઓ રહ્યા જ કરે છે. તેમાં વળી રોજિંદા જીવનના એક જ પ્રકારના ઢંગથી માણસ કંટાળી જાય છે અને મનોરંજનના સાધનને શોધે છે. મનોરંજનનાં કયાં સાધનો નિર્દોષ છે અને કયાં સદોષ છે તે અત્રે વિસ્તારથી વિચારી શકાય નહિ પણ સાધકે પોતે પોતાની કલા જોઈને તેમાં પ્રવર્તવાનું છે. બગીચામાં ફરવા જવું, રમતગમતો નિહાળવી અથવા પોતે રમવી, કસરત કે આસન કરવાં, બાળકો સાથે ગમ્મત કરવી, સ્નાનાદિમાં પ્રવર્તવું અથવા ટિકિટો, શિલ્પકૃતિઓ, સારાં પુસ્તકો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90