Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 57
________________ ૪૪ દેવી હોય અને ક્રમે ક્રમે ધીરજ રાખીને ચિત્તની સ્થિરતાનો સફળતાપૂર્વક અભ્યાસ કરવો હોય તો તેણે પોતાના જીવનમાં અમુક અમુક સારા નિયમો પાળવા પડશે. જેથી મનને પણ તે નિયમોની મર્યાદામાં રહેવાની ટેવ પડી જતાં સંકલ્પ-વિકલ્પની મંદતા થશે અને ધ્યાનમાં અમુક અંશે શાંતિ અનુભવાશે. (૩) આહારવિષયક શિસ્ત ઃ ખોરાકનો અને મનનો ગાઢ સંબંધ હોવાને લીધે જ કહેવત છે કે “જેવું ખાય અન્ન તેવું થાય મન, જેવું પીએ પાણી તેવી થાય વાણી.” જેને આપણે સાદી ભાષામાં સાત્ત્વિક આહાર કહીએ છીએ તે સાધકને ખૂબ ઉપકારી છે, જેમાં મુખ્યપણે રોટલી, દાળ, શાક, ભાત, કઠોળ, દૂધ, ઘી, ફળ, છાશ આદિનો સમાવેશ થાય છે. ઘણી તીખી, ઘણી ખાટી કે ઘણી ગરમ રસોઈ હિતકર નથી. તામસિક પ્રકૃતિને પોષક એવાં ડુંગળી, લસણ તથા પૂલ હિંસાથી ઉત્પન્ન થયેલા એવા બિનશાકાહારી આહારને સાધકે બિલકુલ ગ્રહણ કરવો જોઈએ નહિ. સાધકના આહારને આચાર્યોએ યુક્તાહાર કહ્યો છે. જે આહાર લીધા પછી સ્વસ્થપણે શારીરિક કે માનસિક શ્રમ લઈ શકાય અને જે આહારને લીધે ઘેન ચડવાથી ઊંઘ અને આળસ ન ઊપજે તેને સામાન્ય રીતે યુક્તાહાર અથવા મિતાહાર કહી શકાય. આહાર કેટલો લેવાય છે તેનું ધ્યાન રાખવું જેમ જરૂરી છે તેમ આહાર દિવસમાં કેટલી વાર લેવાય છે તેનું ધ્યાન રાખવું પણ હિતકર છે. જેમ ભૂખ કરતાં કંઈક વધુ ખાવાથી પ્રમાદ ઊપજે છે તેમ વારંવાર ખોરાક-પાણીનો ઉપયોગ કરવાથી પણ સાધકના ચિત્તમાં તે વિષે અનેક વિકલ્પો ઊપજ્યા કરે છે. આ વિકલ્પરૂપી જાળને લીધે વ્યાકુળતા રહ્યા કરે છે અને ચિત્ત નિરંતર વિક્ષિપ્ત દશાનો અનુભવ કરે છે. આવા ચિત્તવાળા સાધકને સ્વાધ્યાયાદિમાં પણ એકાગ્રતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે છે તો ધ્યાન માટે જરૂરી એકાગ્રતા તો તેને ક્યાંથી જ પ્રાપ્ત થાય ? સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં આહારનું લેવું તે સાધકને માટે અહિતકર છે, રાત્રિભોજનના મુખ્ય ગેરફાયદા તે સ્થૂળ હિંસા, અતિનિદ્રા અને રાત્રિના ધ્યાનમાં તથા વહેલી સવારના ધ્યાનમાં વિક્ષેપ થવા, તે છે. સામાન્ય સાધક, ખાસ સંજોગોમાં, ઔષધ, પાણી કે ઉકાળેલા દૂધની છૂટ રાખે તે જુદી વાત છે, પરંતુ વિશિષ્ટ સાધકે તો સંપૂર્ણ રાત્રિભોજનત્યાગનો જ લક્ષ રાખવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90