Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 56
________________ ૪૩ માટે જે અમુક તૈયારીઓ જરૂરી છે તે પ્રથમ જ જોઈ જઈએ (૧) ધ્યેયનું સ્પષ્ટ પરિજ્ઞાન : સાધક જેના વિચારમાં જોડાવા માગે છે, જોડાયા પછી રહેવા માગે છે અને અંતે જેની સાથે તન્મય થઈ તેનો અનુભવ તેનો સાક્ષાત્કાર કરવા માગે છે તેવા પરમાત્મતત્ત્વનું સ્પષ્ટ, યથાર્થ અને સર્વાંગી જ્ઞાન જો સાધકને નહિ હોય તો જોડાવાની, રહેવાની અને તન્મયતાની ત્રણે ભૂમિકાઓની સાધનામાં તે નિઃશંકરૂપે પ્રવર્તી શકશે નહિ. જે વસ્તુનો સ્પષ્ટ બોધ ન હોય તેની યથાર્થ શ્રદ્ધા જીવ કરી શકતો નથી અને જેમાં સાચી શ્રદ્ધા ન હોય તેમાં નિઃશંકપણે પ્રવર્તી શકતો નથી. જ્યાં શંકા છે, અનિર્ણય છે, ત્યાં અસ્થિરતા રહ્યા કરે છે અને અસ્થિર ચિત્તમાં પરમાત્મતત્ત્વનું પ્રતિબિંબ પડી શકતું નથી. આપણા મુખનું પ્રતિબિંબ જો આપણે પાણીમાં જોવું હોય તો પાણી સ્વચ્છ અને સ્થિર હોય ત્યારે જ બની શકે છે, તે પ્રમાણે આપણા અંતઃકરણની અંદર જો આપણે પરમાત્મતત્ત્વનું દર્શન કરવું હોય તો આપણું અંતઃકરણ પણ આપણે સ્વચ્છ અને સ્થિર બનાવવું જોઈએ અને સ્થિરતા પ્રાપ્ત કરવાનો એક મુખ્ય ઉપાય તે સદ્બોધ દ્વારા કરેલો પરમાત્મતત્ત્વના સ્વરૂપનો નિર્ણય છે એ વાત ત્રિકાળ સત્ય છે. (૨) સ્વચ્છ નિયમિત જીવન : પોતાના જીવનમાં જે સાધક સદ્વિચારના સંચાર અને સંચયની ભાવના રાખે છે તેણે પ્રયત્નપૂર્વક તેવા સદ્વિચારનાં પ્રેરક અને પોષક સાધનોનું અવલંબન લેવું પડશે. આ માટે આવશ્યક છે કે પોતાની દૈનિકચર્યાનો અમુક સમય તેણે સત્સંગ અને સત્શાસ્ત્રનો પરિચય કરવામાં નિયમિતપણે ગાળવો. જેના વિચારો આ બે સાધનોનું યથાર્થ અવલંબન લેવાથી કંઈક અંશે પણ નિર્મળ થાય છે તેને ધ્યાનના સમયે તીવ્ર કુવિચારોનો સામનો કરવાનો સમય આવતો નથી અથવા ક્વચિત જ આવે છે. જો આવો પરિચય નહિ કર્યો હોય તો ધ્યાનના સમયે ખૂબ જ આકુળતા થઈ જશે અને મલિન વિચારોના ઉપદ્રવથી સાધક કંટાળીને થોડા વખતમાં કાં તો ધ્યાનનો અભ્યાસ છોડી દેશે અથવા માત્ર નિયમ કે રૂઢિને નિભાવવા માટે ધ્યાન ક૨શે પણ તે ધ્યાન કરવામાં તેને કોઈ ઉમંગ, ઉત્સાહ, ધૈર્ય કે દત્તચિત્તતા નહિ હોય. ઉપરોક્ત પ્રકારે પોતાનામાં જો ધ્યાન દરમિયાન નિરાશા ન આવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90