Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 54
________________ ૪૧ કરવો યોગ્ય જ છે. (૮) ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે; પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોર્યાશી માંહી રે. (૯) મતિ હિ સ્થાન ફ્રિ નહિ કુછ મેવા । उभय हरहिं भवसंभव खेदा ॥ ભક્તિ અને જ્ઞાનમાં ખરેખર (તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં) કાંઈ ભેદ નથી. બન્ને, સંસારથી ઉત્પન્ન થવા યોગ્ય દુઃખોનો નાશ કરે છે. (૧૦) નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોનાં લક્ષણોનું ચિંતન કરવું; સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેમનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વસમ્મત કરવું. (૧૧) અવસર બેર બેર નહીં આવે (૨) જાકે દિલમેં સાચ બસત હૈ તાકો જૂઠ ન ભાવે ભાવે...બેર. આનંદઘન પ્રભુ ચલત પંથમેં, સમિર સમિર ગુન ગાવે ગાવે...બેર. (૧૨) અવ હોકુ ભવ ભવ સ્વામી મેરે, મૈં સવા સેવા રહી कर जोड़ यह वरदान मांगौं, मोक्षफल जावत लहौं । હે ભગવાન ! મોક્ષરૂપ ફળને પ્રાપ્ત થાઉં ત્યાં સુધી, ભવોભવ, તમે મારા સ્વામી થાઓ અને હું તમારો સેવક થાઉં, એવું વરદાન બે હાથ જોડીને માગું છું. (૧૩) ઘડી ઘડી પત્તપન સવા, પ્રભુ સ્મરણો ચાવ । નમવ સતો નો રે, વાન-શીત તપ-ભાવ || ઘડીએ ઘડીએ અને ક્ષણે ક્ષણે જેને પ્રભુસ્મરણનો ઉત્સાહ છે અને જે દાન, શીલ, તપ અને ભાવના ભાવે છે તે મનુષ્યભવને સફળ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90