Book Title: Sadhna Sopan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra KobaPage 60
________________ ૪૭ ચિત્રકળા કે સંગીતમાં મન જોડવું અથવા તેવા કોઈ કલાકાર, કવિ, સાહિત્યિક, નાટ્યકારને કે અન્ય સજ્જનને મળવું ઇત્યાદિ પ્રમાણમાં નિર્દોષ મનોરંજનનાં સાધન છે. તેથી વિશેષ વિશેષ દોષવાળાં સાધનો છે વર્તમાનપત્રોનું વાંચન, હોટલ વગેરેમાં ખાવું, રેડિયો-ટેલિવિઝન સાંભળવા-જોવાં, નાટક-ફિલ્મ વગેરે જોવા અને નિરર્થક વાતો કર્યા કરવી કે જે વાતોથી આ જીવનમાં કાંઈ પણ લાભ ન હોય તેમ પરમાર્થની સાધનામાં પણ કાંઈ લાભ ન હોય. આનાથી બીજા સાધનો જે દુર્જન પુરુષો વડે સેવવામાં આવે છે તેનો સાધકે સર્વથા ત્યાગ કરવો ઈષ્ટ છે કારણ કે તેમાં પ્રવૃત્તિ હોતાં ખરેખર આત્મસાધના થઈ શકતી નથી. તેથી સર્વે મહાત્માઓએ જેનો નિષેધ કર્યો છે એવાં તીવ્ર વિકારોના કારણભૂત જુગાર, સ્થળ ચોરી, કુશીલસેવન, શિકાર, દારૂ પીવો, માંસભક્ષણ કરવું વગેરેમાં સાધક જીવ જરા પણ પ્રવૃત્તિ ન કરે. ખરેખર તો સામાન્ય સજ્જન માટે પણ આ સાધનો મનોરંજનનાં હેતુ નથી પણ તીવ્ર સંકલેશ પરિણામનાં અને અધોગતિનાં જ હેતુ છે. ધર્મ ઇચ્છે તે આ મહાપાપસ્થાનકોને ન સેવે તેવી સંતોની સજ્જનોને આજ્ઞા છે, જે વિચારે અને આચારે કરીને જોતા પરમસત્યરૂપ છે. (૫) બ્રહ્મચર્ય-વિષયક : આ વિષયમાં જોકે કોઈ પણ એક નિયમ બધા સાધકોને લાગુ પાડી શકાય નહિ છતાં પણ જે ધ્યાનને ઈચ્છે છે તે તત્ત્વતઃ આત્માની શાંતિ અને આત્માના અતીન્દ્રિય આનંદને જ અભિનંદે છે. અતીન્દ્રિય આનંદને અભિનંદતા હોય તે ઇન્દ્રિયોનાં સુખને અભિનંદે નહિ કારણ કે બન્ને એકબીજાના પ્રતિપક્ષી છે. પાંચ ઇન્દ્રિયોમાં સૌથી વધારે વિસ્તારવાળી અને જીવની સાથે સૌથી વધારે લાંબા સમયથી સંકળાયેલી કોઈ ઇન્દ્રિય હોય તો તે સ્પર્શેન્દ્રિય છે.* આવા દીર્ઘકાલના પરિચયને લીધે જીવને સ્પર્શેન્દ્રિયનો પ્રેમ ને તેનું ઘણું આધીનપણું વર્તે છે. અને તેથી તે ઇન્દ્રિયના વિષયનો ત્યાગ પણ તેને માટે ખૂબ જ વિકટ * સંસારી અવસ્થાવાળા જજોના વિશ્વવેત્તાઓએ તેમની ઇન્દ્રિયોની સંખ્યાને અનુલક્ષીને પાંચ વિભાગ પાડ્યા છે. એક ઈન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા. આમાંનો કોઈ પણ પ્રકાર લઈએ તો પણ દરેકને સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આમ જીવને સૌથી વધુ દીર્ઘકાળનો સંયોગ અને પરિચય જો કોઈપણ એક ઇન્દ્રિય સાથેનો હોય તો તે સ્પર્શેન્દ્રિય સાથેનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90