________________
લઈને નિમ્નલિખિત આચારનું સૂચન છે. [૧] સત્સંગ ચાલુ થાય તે પહેલાં ત્રણ દિવસથી માંડીને સત્સંગ પૂર્ણ થાય - ત્યાં સુધી બ્રહ્મચર્યપાલન. [૨] સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આહાર ન લેવો. પાણી પીવાની
છૂટ રાખી શકાય. [3] સાત્ત્વિક અને સાદો ખોરાક લેવો અને રસાસ્વાદ પોષનારો તથા તામસિક
પ્રકૃતિને ઉત્તેજન આપનારો અને પ્રમાદ વધારનારો ખોરાક લેવો કે ડુંગળી, લસણ, ફરસાણ, બટાકા, ઘીની મીઠાઈ, ચટણી, અથાણાં વગેરે
વસ્તુઓવાળો ખોરાક ન લેવો. [૪] રેડિયો, વર્તમાનપત્રો અને અન્ય વ્યાપાર-ફિલ્મ-નાટ્યવિષયક મૅગેઝીન
વાંચવાં જોઈએ નહિ તેમ જ સાંભળવાં જોઈએ નહિ. [૫] લૌકિક વાર્તાલાપનો નિષેધ કરવો જોઈએ અને પોતાના વ્યાપાર
-ધંધા-નોકરી વિષેની તેમ જ પુત્ર-પુત્રીઓના વિવાહ-લગ્ન સંબંધ વિશેની વાતો ન કરવી જોઈએ. પુરુષોએ ખાસ કરીને રાજકીય ચર્ચાઓ અને સ્ત્રીઓએ ખાસ કરીને ખાવા-પીવા-રાંધવા અને પહેરવા વિશેની વાતો ન કરવી. આવી વાતો કરવાથી પોતાનું ચિત્ત ચંચળ અને મલિન થાય છે અને સત્સંગના સ્થાનનું વાતાવરણ દૂષિત થવાથી બીજા સાધકોને
સાધનામાં પણ વિઘ્ન ઊપજે છે. [] સામાન્ય આનંદ-પ્રમોદને માટે કોઈ નિર્દોષ સાધન શોધવું જોઈએ. જેમ
કે સાંજના સમયે સમૂહમાં એક-બે કિલોમીટર ખુલ્લી સ્વચ્છ હવામાં ફરવા જવું અથવા નિર્દોષ પદ-ભજન ગાવાં અથવા આસન-વ્યાયામની પ્રવૃત્તિ
કરવી, ઇત્યાદિ. [૭] નિદ્રા અને આરામની બાબત પણ ખાસ લક્ષમાં રાખવા જેવી છે અને
સરેરાશ સાત કલાકની ઊંઘ સ્વાથ્ય અને સાધનાના સુમેળની રીતે વાજબી ગણાય. જેઓને બપોરના આરામની જરૂર જણાય તેઓએ પણ ૨૦થી ૩૦ મિનિટમાં જ આરામ પૂરો કરી પોતાને યોગ્ય અને રુચિકર સાધનામાં લાગી જવું જોઈએ.
ઉત્તમ સાધક અને ઘનિષ્ઠ સત્સંગ જેઓએ સાધનામાં સારી પ્રગતિ સાધી છે અને જેઓનું લક્ષ ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org