Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 20
________________ પરંતુ આત્મકલ્યાણ માટે સત્સંગ છે એ વાત ઉપર બરાબર ધ્યાન આપવું. (૬) હું કેવો સત્સંગ કરું છું, એ પ્રમાણેનું અભિમાન પણ ઉત્પન્ન ન થાય તે તરફ ખાસ લક્ષ રાખવું. (૭) સત્સંગ દરમ્યાન, ધનાદિકથી હું મોટો છું, એવો ભાવ રાખી જવું નહિ, નહિ તો એ મોટાપણાનું અભિમાન નહિ પોષાતાં જીવ ત્યાંથી પાછો વળી જાય છે, અને ગમે તેવો સત્સંગ પણ નિષ્ફળ જતાં વાર લાગતી નથી. (૮) મુમુક્ષુઓ સર્વ સરખા છે, એવો ભાવ અંતરમાં રાખવાથી સત્સંગ ઘણો લાભદાયક થશે. સત્સંગનું ફળ જો યથાર્થ રીતે સત્સંગની આરાધના કરવામાં આવે તો તેનું ફળ “સ”નો સાક્ષાત્કાર છે. વિવેકી સાધકને તો અવશ્ય સત્સંગથી લાભ થાય જ છે અને ઘણું કરીને જે મહાત્માના સાન્નિધ્યમાં તેણે સત્સંગની સાધના કરી છે તે મહાત્માના આત્મજ્ઞાન-આત્મસમાધિ અને તેને સહાયક-પૂરક-પ્રેરક એવા બીજા અનેક સદ્ગુણો તેના જીવનમાં થોડા કાળમાં જ વિકસિત થયેલા જોઈ શકાય છે. ઉત્તમ સાધકને સત્સંગનું મુખ્ય ફળ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય તે માટે સંતો તેને ધ્યાનાભ્યાસ અને અન્ય સાધના બાબત અનેક ખાસ ખાસ કૂંચીઓ આપતા રહે છે. જેને બરાબર વાપરતાં, અનાદિથી બંધ રહેલું એવું સ્વધનથી ભરપૂર પોતાનું આત્મારૂપી બાટ ઊઘડી જાય છે અને જીવનમાં જ્ઞાનાનંદની એક એવી તો લહેર ઊગે છે જે કદાપિ ઝાંખી પડ્યા વિના દિન-પ્રતિદિન વધતી વધતી પૂર્ણ પદની પ્રાપ્તિ કરાવે છે. સંતના અંતરની અંદર રહેલી આવી કૂંચીઓનો લાભ જોકે તેમના પ્રત્યક્ષ સમાગમમાં જ પ્રાપ્ત થઈ શકે છે, તો પણ મુમુક્ષુજનોના હિતાર્થે તેનું આછું દિગ્દર્શન અત્રે કરાવ્યું છે. ૬ નિરંતર આત્મજાગૃતિ સતો પોતે પ્રબુદ્ધ છે તેથી સાધકને પણ, કોઈ પણ ધર્માનુષ્ઠાન આદરતી વખતે આત્મલક્ષ રહ્યા કરે તેનું પુનઃપુનઃ સ્મરણ કરાવે છે. કાંઈક નીચેની કક્ષાના સાધકને સદ્ગુરુ વા ઇષ્ટની મૂર્તિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90