________________
૩૧
સુકૃત – અનુમોદનાનો એક વિશિષ્ટ ગુણ આ તબક્કે વિચારણીય છે. સામાન્ય સાધકની શક્તિ મર્યાદિત હોય છે અને સત્ સાધનોની સંખ્યા ઘણી મોટી છે. આ કારણથી દરેક સાધક દરેક પ્રકારની સાધના કરી શકતો નથી; અને જો વસ્તુસ્થિતિ આમ છે તો અન્ય સાધકોની સાધનાની અનુમોદના કરવામાં તે જરૂર જોડાઈ શકે છે. દાખલા તરીકે, કોઈએ મોટું દાન કર્યું અથવા વિકટ તપ આદર્યું અને પોતે તેમાં પ્રવર્તવાને અશક્ત હોય તો પણ તે, તે સતુપ્રવૃત્તિની અનુમોદના કરીને લાભાન્વિત થઈ શકે છે. અન્ય જીવો પ્રત્યે ઉત્પન્ન થવા યોગ્ય ઈર્ષાભાવનો આ રીતે છેદ કરીને, પોતાના આત્માને ઉન્નત બનાવવાનો આ એક સરળ, સાદો અને સુગમ ઉપાય છે.
હવે છેલ્લે એવા ત્રણ અત્યંત મહત્ત્વના ગુણો ઉપર આવીએ કે જેમને અધ્યાત્મવિકાસના મૂળ પાયારૂપ ગણી શકાય છે, તે છે વૈરાગ્ય, સંતોષ અને મુમુક્ષતા. આ ત્રણે ગુણો એવા છે કે તેમનો વિકાસ સાધકના જીવનમાં ક્રમે કરીને જ ધીરે ધીરે થાય છે તથા તેમની સાધનામાં ધીરજ અને ખંતથી અભ્યાસ કરવાની જરૂર પડે છે. સાધનામાં વચ્ચે નિષ્ફળતા મળે તો પણ ફરી ફરી પૂર્વે થયેલા મહાત્માઓના તે તે ગુણોનું સ્મરણ કરી, પોતાના આત્મામાં શૌર્ય અને પ્રેરણા ઉપજાવી, ફરીથી અભ્યાસને જારી રાખતાં અંતે સફળતા સાંપડે છે. આ પ્રમાણે આ ગુણોને સંપ્રાપ્ત કરવા જોકે વિકટ છે તો પણ તે ત્રણેને એકસાથે પ્રાપ્ત કરવામાં પરમ ઉપકારભૂત અને સરળ એવો એક ઉપાય છે અને તે છે આત્માનુભવી સંતનો સમાગમ. યદ્યપિ આગળ કહેલા બધા જ ગુણો સત્સંગથી વૃદ્ધિ પામે છે તોપણ આ ત્રણ ગુણોનું દર્શન તો સાધકને સંતમાં નિરંતરપણે પ્રત્યક્ષ રીતે થયા જ કરે છે કારણ કે સંતને દેહ, સંસાર અને ભોગોના પદાર્થોમાં અનાસક્તબુદ્ધિ ઊપજેલી છે. જે સંજોગો સહજપણે પૂર્વકર્મથી મળ્યા હોય તેમાં સંતુષ્ટ રહી, અલૌકિક સમૃદ્ધિની વૃદ્ધિ પ્રત્યે લક્ષ નહિ આપતાં, પ્રસન્ન ચિત્તથી એકમાત્ર આત્મશુદ્ધિનાં સાધનોને વિષે જ તેમની લગન અભુતપણે લાગેલી રહે છે. આવા ત્રણે ગુણોને એક જ સ્થાનમાં સંતપુરુષમાં જોઈને, વિચારીને, અનુમોદીને, અભ્યાસીને, આરાધીને, આત્મસાત્ કરીને વિવેકી સાધકના જીવનમાં તે ત્રણે મહાન ગુણોનો સંચાર થાય છે અને અલૌકિક તથા શીધ્ર આત્મવિકાસની શ્રેણીને તે પામે છે.
સત્પાત્રતાના અભાવમાં શ્રવણાદિનું નિષ્ફળપણું આજકાલ પ્રવચન, ધર્મકથા અને પરમાત્મ-સંકીર્તન સાંભળવાની પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org